ટાઈટાલ બચાવા માટે રમશે 15 યોદ્ધા

વર્લ્ડ કપ 2015: ટીમ ઈન્ડિયાના 15 યોદ્ધાઓ ટાઈટલ બચાવવા રમશે
  • 67 મેચ ભારત વિશ્વકપમાં રમ્યું છે, 39 મેચ જીત્યા. 60% સફળતા
  • 413 રન છે વર્લ્ડ કપનો સર્વોચ્ચ સ્કોર. ભારતે બરમુડા સામે 2007માં બનાવ્યા હતા.
  • 36 રન છે વર્લ્ડ કપનો સૌથી ઓછો સ્કોર, શ્રીલંકાએ 2003માં કેનેડાને આ સ્કોરે ઓલઆઉટ કર્યું હતું.
  • મુરલી વિજય  ટેસ્ટ શ્રેણીમાં સારી બેટિંગ કરી રહ્યો છે. તે વન-ડે તથા ટી20નો પણ સારો ખેલાડી છે. રાયડૂના સ્થાને વિજયને સામેલ કરવાનો નિર્ણય યોગ્ય રહ્યો હોત. અજિત અગરકર

ટીમ ઈન્ડિયા ટાઈટલ બચાવવા રમશે

વર્લ્ડ કપનું ટાઇટલ બચાવવા માટે ટીમ ઇન્ડિયાના 15 યોદ્ધાઓની જાહેરાત થઇ ચૂકી છે. ટીમની એક જ વાક્યમાં ખાસિયત બતાવવી હોય તો કહી શકીએ કે આ યુથ બ્રિગેડ છે. સંપૂર્ણપણે ફિટ તથા અંત સુધી લડવા માટે તૈયાર છે. આ યુવા ટીમ ટાઇટલ જીતવાની ક્ષમતા ધરાવે છે કારણ કે તેમાં ધોની, કોહલી, રોહિત, રૈના, ધવન જેવા આક્રમક બેટ્સમેન છે. અશ્વિન જેવા શાનદાર સ્પિનર છે. પ્રથમ વખત એવો પેસ એટેક છે જેના ત્રણ બોલર્સ 140ની રફતારથી બોલિંગ કરી શકે છે.

તાકાત:

ઓપનિંગ જોડી :

રોહિત શર્મા તથા શિખર ધવન. રોહિતે 126 વન-ડેમાં પાંચ સદી વડે 3752 રન બનાવ્યા છે. ધવને 49 મેચમાં છ સદી વડે 45ની સરેરાશથી 2046 રન બનાવ્યા છે.

પડકાર:

બાઉન્સી પિચ :

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની બાઉન્સી પિચ પર પ્રદર્શન સારું રહ્યું નથી. 1992માં અહીં રમાયેલા વર્લ્ડ કપમાં ભારત આઠમાંથી માત્ર બે મેચ જ જીત્યું હતું.

નબળાઇ:

બોલિંગ :

અંતિમ ઓવર્સ નબળાઇ. આ કારણથી 2014માં અંતિમ 10 ઓ‌રમાં ભારતે સૌથી વધારે રન આપ્યા છે. ઓફ સ્પિનર અશ્વિન પણ વિદેશમાં પ્રભાવશાળી રહ્યો નથી.

વર્લ્ડ કપ 2015: ટીમ ઈન્ડિયાના 15 યોદ્ધાઓ ટાઈટલ બચાવવા રમશે

ટીમ ઇન્ડિયા : કોની કઇ ખૂબી છે

એમએસ ધોની (33):

166 મેચોમાંથી 93 મેચમાં વિજય અપાવ્યો છે. દબાણ સામે રમવામાં માહેર, શાનદાર ફિનીશર, યોર્કર અને શોર્ટપિચ બોલને સારી રીતે રમી શકે છે.

વિરાટ કોહલી (26):

30 કરતા વધુ ઇન્ટરનેશનલ સદી. શાનદાર ટેકનિક, સાતત્યતા, શાનદાર મેચ ફિનિશર, 90નો સ્ટ્રાઇક રેટ

રોહિત શર્મા (27):

2013થી 2014માં 40 મેચ રમી. 1600 કરતાં વધારે રન બનાવ્યા. 2014ના નવેમ્બરમાં સૌથી વધારે 264 રનની ઇનિંગ્સ રમી.

શિધર ધવન (29):

ઝડપથી રન બનાવે છે. રોહિત શર્મા સાથે સારી ઓપનિંગ જોડી. લાંબા શોટ્સ રમવામાં નિષ્ણાત. બોલર્સ પર દબાણ લાદી શકે છે.

અર્ટ બિન્ની (30):

એકમાત્ર ઓલરાઉન્ડર જે ઝડપી બોલર પણ છે. ઝડપી પિચો પર ઉપયોગી સાબિત થશે.

અક્ષર પટેલ (20):

ડાબોડી સ્પિનર, ઉપયોગી બેટ્સમેન. નવ મેચમાં 14 વિકેટ. ચુસ્ત ફિલ્ડર પણ છે.

ઇશાન્ત શર્મા (26): 

140 કિલોમીટરની ઝડપે બોલિંગ. બંને તરફ બોલિંગ કરવામાં નિષ્ણાત છે.

ઉમેશ યાદવ (27):

140 કિલોમીટરની ઝડપે બોલિંગ કરે છે. બાઉન્સર ધાતક હથિયાર છે.

ભુવનેશ્વર (24):

નવો બોલ બંને તરફ સ્વિંગ કરે છે. લાઇનલેન્થ પર નિયંત્રણ, ઉપયોગી બેટ્સમેન.

અંબાતિ રાયડૂ (29):

વિદેશમાં શાનદાર દેખાવ. કોઇ પણ ક્રમે બેટિંગ કરવા સક્ષમ. રિઝર્વ વિકેટકીપર.

મોહમ્મદ શમી (24):

140 કિલોમીટરની ઝડપે બોલ નાખે છે. રિવર્સ સ્વિંગમાં નિપુણ. ચુસ્ત બોલિંગ.

આર. અશ્વિન (28): 

એકમાત્ર નિષ્ણાત સ્પિનર. કેરમ બોલ બેટ્સમેનો માટે કોયડા સમાન બને છે.

રવીન્દ્ર જાડેજા (26):

શાનદાર ફિલ્ડર. તેની લેફ્ટ આર્મ બોલિંગ બેટ્સમેન સમજી શકતા નથી. કોઇ પણ પિચ પર બોલિંગ કરવામાં નિષ્ણાત. ઉપયોગી બેટ્સમેન પણ છે.

અજિંક્ય રહાણે (26):

ઝડપી બોલર્સ સામે શાનદાર બેટિંગ ટેકનિક. બાઉન્સી પર સફળ. કોઇ પણ ક્રમે બેટિંગ કરવા માટે સક્ષમ છે.

સુરેશ રૈના (28):

શાનદાર મેચ ફિનિશર પ્લેયર છે. ઝડપથી રન બનાવે છે. પાંચ હજારમાંથી ત્રણ હજાર રન વિદેશમાં બનાવ્યા છે. ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે. ચુસ્ત અને શાનદાર ફિલ્ડર.

વર્લ્ડ કપ 2015: ટીમ ઈન્ડિયાના 15 યોદ્ધાઓ ટાઈટલ બચાવવા રમશે

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


2,283 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 13