વર્લ્ડકપમાં પાકિસ્તાનના ખેલાડીઓનું પ્રદર્શન સુધરે અને કોઈ વિવાદમાં ન ફસાય તે માટે તેમના બોર્ડે આકરા પ્રતિબંધો લગાવ્યા છે. વર્લ્ડકપમાં પાકિસ્તાનના ખેલાડીઓ સોશીયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહી, કારણ કે તેના ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાનના ખેલાડીઓને ટ્વીટ કરવું પણ ભારે પડી શકે છે.
ટીમના મેનેજર નાવેદ અકરમ ચીમાએ આ વાતની પૃષ્ટી કરતા કહ્યું હતું કે બોર્ડ સાથે કરારબદ્ધ ખેલાડીઓને આગામી વર્લ્ડકપમાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ કરવાની મંજુરી
અમારી ટીમ સેમિફાઇનલમાં પણ નહી પહોંચે – સઈદ અજમલ
પાકિસ્તાનના પ્રતિબંધિત સ્ટાર સ્પિનર સઇદ અજમલના મતે અમારી ટીમ વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવા દાવેદાર નથી. અજમલે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘‘ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાનાર વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પણ સ્થાન મેળવી શકશે નહી. મારા મતે સેમિફાઇનલમાં પ્રવેશવા ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ પ્રબળ દાવેદાર છે.’’ ઉલ્લેખનિય છે કે અજમલ ઉપર થ્રો એક્શનના કારણે આઈસીસીએ પ્રતિબંધ મુક્યો છે. જેના કારણે તે વર્લ્ડકપમાં ભાગ લઈ શકશે નહી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર