વર્લ્ડકપ-2015માં પોતાનું ટાઇટલ બચાવવા ઉતરેલી ભારતીય ટીમને જોરદાર ફટકો પહોચ્યો છે. ટીમનો સ્ટ્રાઇક બોલર મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત થયો છે. મીડિયા સુત્રોના જણાવ્યા પ્રમાણે મોહમ્મદ શમી પર્થમાં એક હોસ્પિટલમાં એક્સ રે માટે ગયો હતો. ત્યાં તેને એક્સ રે રૂમમાં બે કલાક સુધી રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી સહિત ભારતીય ટીમના તમામ ખેલાડીઓ પર્થમાં છે. જ્યાં 28 માર્ચે યુએઇ વિરુદ્ધ ભારતને પોતાની ત્રીજી ગ્રુપ મેચ રમવાની છે.
મોહમ્મદ શમીના ઘાયલ થવાની હજુ સુધી કોઇ પુષ્ટી કરવામાં આવી નથી. શમીએ પર્થના વાકા સ્ટેડિયમના મેદાન પર ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડીઓ સાથે પ્રેક્ટીસ સેશનમાં ભાગ લીધો હતો. ભારતીય ટીમનો આગામી મેચ યુએઇ સામે છે. એવામાં ટીમ ઇન્ડિયાને જોરદાર ઝટકો લાગી શકે છે. તેની બોલિંગ પણ ખૂબ અસર પહોચશે. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ છેલ્લી બંન્ને મેચમાં પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ બોલિંગને કારણે વિજય મેળવ્યો હતો. આ બંન્ને મેચમાં શમીની બોલિંગ સૌથી સારી રહી હતી.
અગાઉથી ઇજાગ્રસ્ત છે ભુવનેશ્વર
ભારતીય ટીમ માટે શમીનું ઘાયલ હોવું એટલા માટે ખતરનાક છે કારણ કે અન્ય ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અગાઉથી જ ઘાયલ છે. આશા હતી કે તે સાઉથ આફ્રિકા સામેની મેચમાં રમશે પણ એમ થઇ શક્યું નહોતું. ઉલ્લેખનીય છે કે ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત થવાને કારણે વર્લ્ડકપમાં બહાર થયો હતો. તેના બદલે મોહિત શર્માને ટીમમાં સામેલ કરાયો હતો.
બે રીતે કરી ફિલ્ડિંગ પ્રેક્ટીસ
વિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમે પ્રેક્ટીંસ સેશનમાં નવી રીત અજમાવી હતી. ખેલાડીઓએ બે ટીમોમાં વહેચાઇને ફક્ત ફિલ્ડિંગની પ્રેક્ટીસ કરી હતી. ડમી કેચના સ્ટાર પરફોર્મર રૈના, જાડેજા અને કોહલી રહ્યા હતા. ખેલાડીઓના રિફ્લેક્સ એક્શન સારા બનાવવા માટે આ રીટે પ્રેક્ટીંસ કરાઇ હતી. આ ખૂબ રોમાંચક હતું. સહાયક કોચ સંજય બાંગરએ ચાર જૂથોમાં ખેલાડીઓને વહેચી દીધા હતા. ચાર ફિલ્ડરોના જૂથ સંજયથી 10 મીટર દૂર ઉભા રહ્યા હતા. બાંગર પોતાના રેકેટથી ટેનિસ બોલને ફટકારે કે સામે ઉભેલ પ્રથમ ડમી ફિલ્ડર સામેથી હટી જાય જેનાથી બીજા ફિલ્ડરને કેચ કરવામાં એક સેકન્ડ કરતા પણ ઓછો સમય મળે છે. એટલા માટે રિફ્લેક્સ આ પ્રેક્ટીંસ મહત્વની સાબિત થાય છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર