વર્લ્ડ કપ 2015ની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ધોની સહિત ટીમ ઇન્ડિયાની ચોમેરથી ટિકા થઇ રહી છે. પણ સ્પોર્ટસ માર્કેટર્સ અને મીડિયા પ્લાનર્સના જણાવ્યા અનુસાર આ હાર પછી પણ ધોનીની બ્રાન્ડ ઇમેજ પર કોઇ ફરક નહીં પડે. એન્ડોર્સમેન્ટ બજારમાં તેમની ચમક જળવાઇ રહેશે.
સ્પોર્ટસ મેનેજમેન્ટ કંપની ક્વાનનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર ઇન્દ્રાનિલ દાસના જણાવ્યા અનુસાર સેમીફાઇનલમાં હાર છતાં ધોની મેચમાં ટોપ સ્કોરર હોવાથી તેમની બ્રાન્ડ ઇમેજ મજબૂત થઇ છે. ધોનીએ આ મેચમાં 65 રન બનાવ્યા હતા.
સૌથી મોંઘો ખેલાડી છે ધોની
ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેતી વખતે ધોનીના એન્ડોર્સમેન્ટ ઓછા થવાની અટકળો શરૂ થઇ હતી,પણ આવું થયુ નથી. ધોની હાલ 21 બ્રાન્ડ માટે જાહેરાત કરે છે. આ ઉપરાંત કેટલીક કંપનીઓ એન્ડોર્સમેન્ટની ઓફર સાથે લાઇનમાં છે. એક સમયે આટલી જાહેરાતો કરનારાઓની યાદીમાં પણ ધોની નંબર વન છે. જાણકારોના મતે તે ભારતીય ક્રિકેટ ટીમના સૌથી મોંઘા ખેલાડી છે. ધોની એક જાહેરાતના 10થી 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
દર વર્ષે 150 કરોડ રૂપિયા મેળવે છે જાહેરાતોમાંથી
મીડિયા રિપોર્ટસ અને ધોનીના કોન્ટ્રાક્યુઅલ ટર્મસને જોનાર એક વ્યક્તિએ જણાવ્યા અનુસાર, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દર વર્ષે 150 કરોડ રૂપિયા (અંદાજિત) ફક્ત જાહેરાતોમાંથી જ કમાય છે. ધોની હાલ જે 21 બ્રાન્ડ માટે જાહેરાત કરે છે તેમાં રિબોક, પેપ્સી અને સ્ટાર સ્પોર્ટસ મુખ્ય છે.
2010માં કરી હતી 210 કરોડ રૂપિયાની જાહેરાતો
ધોનીએ સૌથી વધુ એન્ડોર્સમેન્ટ 2010માં કર્યા હતા. રિબોક,પેપ્સી, ગોદરેજ અને એરસેલ સહિતની કેટલીક કંપનીઓ સાથે તેમણે 210 કરોડ રૂપિયાની ડીલ સાઇન કરી હતી, જે તેમની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે.
ગયા વર્ષે 9 મહિનામાં સાઇન કરી 21 બ્રાન્ડ
ટીએએમ મીડિયા રિસર્ચ પ્રાઇવેટ લિમીટેડનાં આંકડા અનુસાર ધોનીએ ગયા વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે 21 બ્રાન્ડ સાથે એન્ડોર્સમેન્ટ નાં કરાર કર્યા હતા. ધોનીએ આ કોન્ટ્રાક્ટ 3થી 5 વર્ષ માટે કર્યા છે.તેમાં દરેક બ્રાન્ડ માટે તેમણે 10થી 12 કરોડ રૂપિયા લીધા હતા. આમાંથી કેટલાક એન્ડોર્સમેન્ટ એવા છે (સમયગાળા અનુસાર), જેના માટે ધોનીએ 25થી 30 લાખ રૂપિયા લીધા છે.
એન્ડોર્સમેન્ટ પર નહીં પડે કોઇ ફરક
પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રુપનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર મેલરો ડીસૂઝાએ જણાવ્યા અનુસાર, ધોની હજું પણ ભારતની વનડે ટીમનાં કેપ્ટન છે. આ ઉપરાંત તે ટી-20 અને આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમનાં કેપ્ટન છે. એવામાં તેમના દ્વારા કરવામાં આવતી જાહેરાતોની કિંમત પર કોઇ અસર નહીં પડે અને એન્ડોર્સમેન્ટ હજું મજબૂત થવાનું અનુમાન છે.
આ ફોટોઃ ધોની પર બની રહેલી બાયોપિકનું રિલીઝ કરાયેલું પોસ્ટર
ધોનીની મેનેજમેન્ટ એજન્સી રીતિ સ્પોર્ટસ સાથે મળીને સ્ટાર ગ્રુપનું ફોકસ સ્ટાર સ્ટુડિયો અને ઇન્સપાયર્ડ એન્ટરટેઇનમેન્ટ ધોની પર એક બાયોપિક તૈયાર કરી રહ્યા છે. આ માટે ધોની અને કંપની વચ્ચે 30 કરોડ રૂપિયાની ડીલ સાઇન થાય તેવી શક્યતા છે.માંથી કેટલાક એન્ડોર્સમેન્ટ એવા છે (સમયગાળા અનુસાર), જેના માટે ધોનીએ 25થી 30 લાખ રૂપિયા લીધા છે.
કઇ બ્રાન્ડની જાહેરાતમાં દેખાય છે હાલ ધોની
1- બૂસ્ટ
2- ગલ્ફ ઓઇલ
3- એરસેલ
4- પેપ્સી
5- સ્ટાર સ્પોર્ટસ
6- અશોક લીલેન્ડ
7- સિયારામ સુટિંગ્સ
8- આમ્રપાલી ગ્રુપ
9- ટીવીએસ સ્કૂટર
10- એક્સાઇઝ બેટરીઝ
11- રિબોક
12- ઓરિએન્ટ ફેન્સ
13- સોની બ્રાવિયા
14- અમિટી યુનિવર્સિટી
15- ટાઇટન
16- એમક્યોર ફોર્મા
17- સ્પોર્ટસફિટ
18- ફ્રિટો લેઝ
19- સ્પાર્ટન
20- હોકી ઇન્ડિયા ટીમ લીગ- રાંચી રેન્જ(બ્રાન્ડ એમ્બેસેડર)
21- ઇન્ડિયન સુપર લીગ ટીમ
સૌજન્ય
દિવ્ય ભાસ્કર