જાણો વર્કિંગ વુમન માટે જરૂરી લૂક

Luke is necessary for the Professional Working Woman

પ્રોફેશનલ લુક માટે યોગ્ય પહેરવેશ, એક્સેસરીઝ અને મેકઅપની પસંદગી પ્રોફેશનને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ. આપનું પદ, પ્રતિષ્ઠા માં રિફલેક્ટ થવું જોઈએ. તો તમને સૂટ કરે તેવી કેટલીક ટિપ્સ…

* ઓફિસ માટે એવો મેકઅપ પસંદ કરવો જોઇએ કે જેનાથી તરોતાજા લુક આખા દિવસ માટે જળવાઈ રહે.

* મેકઅપ બહુ ભભકાદાર પસંદ ન કરતાં લાઇટ અને નેચરલ બ્યુટી જાળવી રાખે તેવો પસંદ કરવો જોઇએ.

* જો હેર કલરનો ઉપયોગ કરતા હો તો ઓફિસ માટે વધુ પડતા ડાર્ક કલર પસંદ ન કરતા નેચરલ શેડ જ પસંદ કરો. વાળ પર તેલ પણ બહુ વધુ પડતી સુગંધવાળું ન હોય તેવું જ પસંદ કરો.

* તમે પ્રોફેશનલ મિટિંગમાં હોવ ત્યારે લોકોનું સમગ્ર ધ્યાન તમારા હાથ પર અને આંગળીઓ પર વધુ હોય છે. વર્કિંગ વુમને નખને ક્લીન અને શેપ આપેલા રાખવા જોઇએ અને નેઇલપોલિશના કલર પણ લાઇટ જ પસંદ કરવા જોઇએ.

* પ્રોફેશનલ લુક માટે હેર સ્ટાઇલ ઓફિસના આઠ કલાક સુધી વિખાય નહીં તેવી પસંદ કરવી. જો ખુલ્લા વાળ રાખવાનું પસંદ કરતા હો તો વાળને ફ્રેશ અને નીટ રાખવા સાથે તેમાંથી પરસેવાની વાસ ન આવે તેની કાળજી રાખો.

Answering-hard-questions-during-a-job-interview11

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,122 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 5 =