વધારે લીંબુ પાણી પીવાથી થઈ શકે છે સાઈડ ઈફેક્ટસ, જાણો

side effect of drinking lemon water

કોઈને પણ કઈક બીમારી હોય તો આપણે તેના ઘરેલું નુસ્ખાઓ શોધી કાઢીએ જ છીએ. મોટા ભાગે લોકો વજન ઘટાડવા માટે સવારે ઉઠતા જ લીંબુ પાણીનુ સેવન કરે છે. લીંબુને પાણીમાં નીચવીને પીવાથી વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબર પ્રાપ્ત થાય છે. જોકે, આનું વધારે પડતું સેવન કરવાથી તેની સાઈડ ઈફેક્ટસ પણ થાય છે.

વધારે લીંબુ પાણી પીવાથી શરીરમાં પાણીની માત્રા ઘટી જાઈ છે અને ડિહાઇડ્રેશન ની સમસ્યા વધી જાઈ છે. આ ઉપરાંત ઘણા લોકોને દાંતોમાં ઠંડુ-ગરમ પણ લાગે છે. એવી ઘણી સમસ્યાઓ છે, જે લીંબુ પાણી પીવાથી થાય છે. લીંબુ પાણીનું નિયમિતપણે સેવન કરવું હોય તો એક વખત ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જરૂરી છે. તો ચાલો જાણીએ વધારે લીંબુ પાણીના સેવનથી થતી સાઈડ ઈફેક્ટસ.

દાંતમાં ઠંડુ-ગરમ લાગવાની અનુભૂતિ

side effect of drinking lemon water

લીંબુમાં સાઇટ્રસ એસિડ હોય છે, જેનું દાંતમાં વધુ સંપર્ક થવાથી દાંત સંવેદનશીલ બની જાય છે. જો તમારે લીંબુ પાણી પીવું હોય તો તેને હમેશા સ્ટ્રોથી પીઓ. જેથી પાણી દાંતને ન અડે.

છાતીમાં બળતરા

side effect of drinking lemon water

જો તમને એસિડિટીની સમસ્યા હોય તો, લીંબુ પાણીને તરત જ બંધ કરી દ્યો. કારણકે આમાં એસીડ હોય છે.

પેટનુ ખરાબ થવું

side effect of drinking lemon water

ઘણી વખત લોકો ખાવાનું પચાવવા માટે લીંબુ પાણીનું સેવન કરતા હોય છે. કારણકે એસીડ પચાવવામાં મદદરૂપ થાય છે. પણ, પેટમાં એસીડની માત્ર વધી જવાથી પેટ ખરાબ થઈ શકે છે. લીંબુને હમેશા ભોજનમાં મેળવવીને જ ખાવું.

કિડની અને પિત્તાશયની સમસ્યા

side effect of drinking lemon water

લીંબુમાં એસિડિક સ્તર સિવાય ઓક્સલેટ પણ હોય છે. જેથી તેના વધુ સેવનથી તે પેટમાં જઈને ક્રિસ્ટલ બની જાઈ છે. આ સ્ફટિકીકરણ ઓક્સલેટ, કીડની પથ્થર અને ગોળ પથ્થરનું રૂપ લઈ શકે છે.

ડિહાઇડ્રેશન

side effect of drinking lemon water

લીંબુ પાણી પીવાથી વારંવાર પેશાબ આવે છે, જેનાથી બોડીમાં વારંવાર ડિહાઇડ્રેશન થાઈ છે. એટલા માટે જ જયારે લીંબુ પાણીનુ સેવન કરો ત્યારે, આખા દિવસમાં ખૂબ પાણી પીઓ.

કેટલીક સાવચેતી

side effect of drinking lemon water

લીંબુ પાણીને ક્યારેય કોઇપણ બીમારીઓને દુર રાખવા ન પીવું જોઈએ. જો તમને આ પીતા કઈક સાઈડ ઈફેક્ટ લાગે તો, આનું સેવન તરત જ બંધ કરી દ્યો. જો તમારે આને વિટામીન સી પ્રાપ્ત કરવા માટે પીવું હોય તો ફક્ત અડધું જ લીંબુ નાખી અડધા ગ્લાસમાં પાણીને મિક્સ કરીને પી શકો છે.

Comments

comments


11,196 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 49