વજન ઉતારવા માટે ડાયટ ડ્રિંક્સ સૌથી અસરકારક છે

વજન ઉતારવા માટે ડાયટ ડ્રિંક્સ સૌથી અસરકારક છે સાદા પાણીને બદલે ડાયટ સોફ્ટ ડ્રિંક વજન ઉતારવા માટે ૪૪ ટકા વધુ અસરકારક છે. હાલમાં થયેલા એક સંશોધનમાં પુરવાર થયું છે કે ખાસ ડાયટ ખોરાક કરતા આયોજન પૂર્વકના વિવિધ પીણાં વજન ઉતારવામાં વધુ અસરકારક છે.

કોલોરાડો યુનિવર્સિટી અને તેના સહયોગીઓએ કરેલા આ સંશોધનમાં સાબિત થયું છે કે મેદસ્વી લોકો ડાયટ ડ્રિંકની મદદથી આસાનીથી વજન ઉતારી શકે છે.

વજન ઉતારવા માટે ડાયટ ડ્રિંક્સ સૌથી અસરકારક છે આ સંશોધનના સહ લેખક જેમ્સ ઓ હિલે જણાવ્યું, છેલ્લા કેટલાય વર્ષોથી વજન ઉતારવા માટે જે મિથનો પ્રચાર થઈ રહ્યો છે, તેનાથી વિપરિત આવા પીણાં વજન ઉતારવામાં અત્યંત અસરકારક છે.

એટલું જ નહીં જેઓ પાણી પીને, અથવા ડાયટ ફૂડ દ્વારા વજન ઉતારવાનો પ્રયાસ કરે છે, તેની સરખામણીએ ડાયટ ડ્રિંક પીનારા લોકો વધુ ઝડપથી વજન ઉતારી શકે છે.

બાર સપ્તાહ સુધી ૩૦૩ લોકો પર આ રિસર્ચ થયું, જેમાં પાણી તેમજ અન્ય ડાયટ ફૂડની વજન પર પડતી અસર તેમજ ડાયટ ડ્રિંકની અસરની સરખામણી કરવામાં આવી.

વજન ઉતારવા માટે ડાયટ ડ્રિંક્સ સૌથી અસરકારક છેઆ રિસર્ચમાં ડાયટ ડ્રીંક પિનારા લોકોએ સરેરાશ છ કિલો વજન ઉતાર્યું હતું, જે અન્યનો સરખામણીએ ૪૪ ટકા વધુ હતું, અન્ય ડાયટ પ્લાન ફોલો કરતા લોકોએ ૪ કિલો વજન ઉતાર્યું હતું.

સમગ્ર જૂથમાં ડાયટ ડ્રિંક પિનારા ૬૪ ટકા લોકોએ તેમના શરીરના કુલ વજનના પાંચ ટકા વજન ઉતાર્યું હતું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,353 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 0