લોસ એન્જેલસમાં બની રહેલી હાઇરાઇઝ બિલ્ડીંગની તસવીર
લોસ એન્જેલસમાં વિશ્વની સૌથી પડકારજનક ગણાતી હાઇરાઇઝ બિલ્ડીંગ બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટના સીઇઓ પ્રમાણે, આ બિલ્ડીંગ અમેરિકામાં એન્જીનિયરીંગ અને આર્કિટેક્ચર માટે પડકારજનક બની ગઇ છે. અગાઉ જેટલી પણ બિલ્ડીંગો બની છે તેમને વાવાજોડા અને ભૂકંપથી બચાવવું સંભવ નહોતું. જોકે આ બિલ્ડીંગને એવી રીતે બનાવવામાં આવી રહી છે કે તેને સમુદ્રી હવાઓ અને ભૂકંપના જાટકાઓથી સુરક્ષિત રાખી શકાશે. આ પડકાર સાઉથ કોરિયન કંપની હેન્જીને ઉપાડ્યો નથી. 677 સ્કે. ફૂટમાં બનનારી આ બિલ્ડીંગ 1100 ફૂટ ઉંચી રહેશે. જેની પાછળ 62 અરબ રૂપિયાનો અંદાજીત ખર્ચ થનારો છે.