જાણો આવા હશે Moto G3ના ફિચર્સ

સ્માર્ટફોન મેકર કંપની મોટોરોલા આગામી અઠવાડિયે એક ઇવેન્ટ હોસ્ટ કરવા જઇ રહી છે. માનવામાં આવે છે કે આ ઇવેન્ટમાં પોતાના નવા સ્માર્ટફોન Moto G Gen 3ને લૉન્ચ કરી શકે છે. સ્પેનની એક ઓનલાઇન રિટેલર કંપની fnac.esએ પોતાની વેબસાઇટ પર Moto G Gen 3ને EUR 199 (લગભગ 13,700 રૂપિયા)માં લીસ્ટ કર્યો છે. આમ આ હેન્ડસેટની સત્તવાર લૉન્ચિંગ પહેલા જ સ્પેશિફિકેશન અને ફિચર્સ લીક થઇ ગયા છે. આ ઓનલાઇન લિસ્ટીંગમાં હેન્ડસેટના ફોટા પણ શેર કર્યા હતા, જોકે, થોડા સમય બાદ વેબસાઇટે તેને હટાવી દીધું હતું.

Moto G (Jan 3)ના ફિચર્સ

Features leaked before the launch, would come to know Moto G3

લીક થયેલા ફોટોઝના આધારે માનવામાં આવી શકે છે કે આ સ્માર્ટફોન થોડા ફેરફાર સાથે માર્કેટમાં આવશે. તેની બૉડી અને ડાયમેન્શન Moto G (Jan 2) જેવો જ હશે. ફોનમાં રિયર કેમેરાની સાથે LGના હેન્ડસેટ જેવું સ્ટ્રાઇપ જોવા મળશે. ફોનમાં 5 ઇંચની ડિસ્પ્લે હશે અને પાવર માટે ક્વાલ-કોમ સ્નેપડ્રેગન 410 પ્રોસેસર આપ્યું હશે.

ફોનમાં 1 GBની રેમ આપવામાં આવી હશે, તેથી અત્યારના મોબાઇલમાં સામાન્ય રીતે 2 GB કે તેથી વધારે રેમ હોય છે જેના કારણે આ સ્માર્ટફોન યૂઝર્સને થોડો નિરાશ કરી શકે છે.

Features leaked before the launch, would come to know Moto G3

મેમરીની વાત કરીએ તો ફોનમાં 8 GBની ઇન્ટરનલ મેમરી આવે છે, તેની સાથે માઇક્રો એસડી સ્લોટ આપ્યો છે જેનાથી યૂઝર્સ મેમરીને વધારી શકે છે. જોકે કેટલા GB સુધીની મેમરી વધારી શકાશે તેની માહિતી નથી. Moto G (Jan 3) ફોન એન્ડ્રોઇડ 5.1.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે તેમા 13 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે.

ફોનની બૉડી ડાયમેન્શનની વાત કરીએ તો આ 142.1×72.4×11.6mmની છે અને તેમા 2470 mAh પાવરની બેટરી આપવામાં આવી છે. ફોનનું વજન 155 ગ્રામ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,446 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 32