લીલા મરચાને આપણે સામાન્ય રીતે શાક અને ડાળ બનાવવામાં વાપરીએ છીએ. ભોજનની સાથે તમે લીલા મરચા ન ખાઓ તો તમને કઈક મિસિંગ લાગતું હોય છે. લીલા મરચાએ ભારતમાં એક ઔષધીય સમાન ગણવામાં આવે છે. લીલા મરચામાં કેપ્સીયાસીન નામનો પદાર્થ રહેલ હોય છે, જે ભોજનને મસાલેદાર બનાવે છે. આપણા શરીરમાં રહેલ રોગોને નાશ કરવાની તેમાં ક્ષમતા રહેલી હોય છે.
લીલા મરચાના અનેકવિધ ફાયદાઓ
– લીલા મરચામાં સામાન્ય રીતે કેલ્સિયમ, પોટેશિયમ અને મેગેનીઝ જેવા તત્વો રહેલા હોય છે.
– લીલા મરચામાં એન્ટીઓક્સીડેન્ટ રહેલ હોય છે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને શરીરને કેન્સરથી દુર રાખે છે.
– વધારે વજનની તકલીફ સહન કરતા લોકોમાં કેલેસ્ત્રોલના સ્તરને ધટાડો કરવામાં મદદરૂપ થાય છે.
– લીલા મરચામાં વિટામીન સી હોય છે, જે પ્રાકૃતિક પ્રતિરક્ષામાં સુધારો કરે છે.
– જો તમને લીલા મરચા માંથી કોઇપણ સારી વસ્તુ મળે તો તે છે ઝીરો કેલેરી. તે કેલેરી મુક્ત હોય છે.
– લીલા મરચામાં ફાયબર હોય છે, જે તમને ખાવાનું પચાવવામાં સહાય કરે છે.
– આ એક દવા તરીકે કામ કરે છે, જે અર્થીરીટીસથી ગ્રસિત લોકોને માટે ઉપયોગી છે.
– લીલા મરચામાં એવા લોકો માટે પણ ઉપયોગી છે જેનામાં આયરનની કમી હોય છે. તે આયરનનો પ્રાકૃતિક સ્ત્રોત છે.
– ઉનાળામાં તમે લીલા મરચા ખાયને બહાર જાવ તો તમે લુ થી બચી શકો છે. જો તમારા લોહીના હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછુ હોય તો રોજ લીલા મરચાનું સેવન કરવાથી તમને રાહત રહે છે.