મોઢા પર ખીલ થવા એ ટીનેજર માટે સમસ્યા બની ગઈ છે. તમે ઘણી બધી મોંધી મોંધી ક્રીમ અને ટ્રીટમેન્ટ કરાવી ચુક્યા હશો પણ તેની સાઈડઈફેક્ટ થતી હોય છે. એવામાં તમારી પાસે કોઈ ઉપાય ન હોય તો લીંબુના આ ઘરેલું નુસખાને એકવાર અવશ્ય જાણવા…
* લીંબુના વૃક્ષની છાલને ચંદનની જેમ ઘસીને ખીલ પર લગાવવાથી ઘણો ફાયદો થાય છે.
* લીંબુના રસમાં ગુલાબ જળ અને ગ્લિસરીનને બરાબર માત્રામાં એક બોટલમાં નાખવું. આનાથી રોજ ચહેરા પર માલીશ કરવાથી ખીલ મટશે.
* પીમ્પલ્સ ને દુર કરવા માટે મલાઈ અને લીંબુના રસને સમાન માત્રામાં મેળવો. આનાથી તમારો ચહેરો ખીલ વગરનો ક્લીન થઇ જશે.
* લીંબુના રસમાં બરાબર માત્રામાં ગુલાબ જળ નાખીને મિશ્રણ તૈયાર કરવું અને ચહેરા પર લગાવવું. આ મિશ્રણને લગભગ અડધી કલાક સુધી ચહેરા પર લગાવીને ઠંડા પાણીથી ફેસ સાફ કરવું. આ પ્રયોગને ૧૦ થી ૧૨ દિવસ સુધી નિરંતર કરવાથી ખીલ દુર થાય છે.
* ન્હાયા પહેલા લીંબુની છાલથી ચહેરા પર માલીશ કરવી. આ મિશ્રણ ફેસ પર સુકાય એટલે ચહેરો ધોઈ લેવો. આનાથી તમને ઘણો ફરક પડશે.
* લીંબુનો રસ અને દહીંને બરાબર માત્રામાં લઈને આ પેસ્ટને ખીલ પર લગાવવો. આને પાંચ થી સાત મિનીટ સુધી ફેસ પર રાખવું ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લેવો.
* લીંબુનો રસ અને કેમ્ફર સ્પ્રીટ દ્વારા ચીકણો ચહેરા દુર થશે જેનાથી ખુલ દુર થઇ શકે છે.
* જો તમારો આખો ચહેરો ખીલ અને ખીલના દાગથી ભરેલો હોય તો મુલતાની માટી, લીંબુનો રસ, ચંદનનો લેપ બનાવીને ચહેરા પર લગાવવો. પીમ્પલ્સથી બચવા માટે અઠવાડિયામાં એકવાર આ લેપથી જરુર ફેસ પર માસ્ક કરવું.
* સમાન માત્રામાં લીંબુનો રસ અને મધને એક બાઉલમાં નાખવું. આ લેપને જ્યાં ખીલ થયા હોય તે જગ્યાએ લગાવવું. આને ૫ મિનીટ સુધી ચહેરા પર રાખવું અને ત્યારબાદ ઠંડા પાણીથી ઘોઈ લેવું. આ ઉપાયને દિવસમાં એકવાર પ્રયોગ કરવો.