લીંબુના આ સરળ ઉપાયો…કોણીની કાળાશ દૂર કરશે

These simple measures will remove the lemon ... elbow blackness

આપને આપણા રોજીંદા જીવનમાં રોજ-બરોજ લીબુંનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેનો બેફામ દુરપયોગ પણ થાય છે. એટલે હવે લીબુંને તમારા શરીરની ત્વચામાં પણ ઉપયોગ કરી શકો છો. લીંબુમાં રોગપ્રતિકારક શક્તિ હોવાની સાથે સાથે લીંબુનો સૌંદર્ય પ્રસાધન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. લીંબુના રસને સવારે ગરમ પાણીમાં નાખી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

લીંબુના રસને તમારી સ્કીન પર લગાવવાથી સ્કિન ક્લીન થાય છે અને ગ્લો કરે છે. સૌંદર્યની દૃષ્ટિએ પણ લીંબુનો અનેક પ્રકારે ઉપયોગ કરી શકાય છે, તો જાણો… લીંબુના સૌંદર્યવર્ધક ગુણો વિશે…

* ઘૂંટણની સખત ત્વચા અને કાળી પડી ગયેલી કોણી પર લીંબુમાં ખાંડ મિક્સ કરી આ મિશ્રણ બરાબર ઘસો, આમ નેચરલ સ્ક્રબર ડેડ સ્કિન દૂર કરશે તેમજ સ્કિન સુવાળી થશે. તેનો રંગ પણ નિખરશે. આ ઉપાય સતત ૧૫ દિવસ નિયમિત કરશો તો જ, તેમાં રીઝલટ દેખાશે.

* લીંબુને ગુલાબજળમાં મિક્સ કરી સ્કિન પર લગાવવાથી લીંબુ હાથ માટે લોશનનું કામ કરે છે.

* હાથ રફ અને ડ્રાય થઈ ગયા હોય તો તેના પર લીંબુના રસમાં થોડી બૂરુ ખાંડ મિક્સ કરી હળવા હાથે ચોળો. થોડી વાર બાદ ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આ રીતે હાથ પર લીંબુનો રસ લગાવવાથી સ્કિનમાં ઘણા ઓછા સમયમાં જ વધુ ફેર દેખાવા લાગે છે.

These simple measures will remove the lemon ... elbow blackness

* મધને લીંબુના રસમાં મિક્સ કરી નિયમિતપણે ચહેરા ઉપર લગાવવાથી તે ફેસપેકનું કામ કરે છે. મધ સ્કિન માટે મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે, તો લીંબુ સ્કિનને બેલેન્સ કરી ગ્લો આપવામાં મદદરૂપ થાય છે.

* પાણીમાં ચાની પત્તીઓ અને લીંબુનો રસ મિક્સ કરી તેને સહેજ ગરમ કરી લો. ઠંડું થાય ત્યારે તેનાથી વાળ ધોવાથી તમારા વાળ શાઇન કરશે.

* લીંબુનો રસ અને પાણીને એક કપમાં મિક્સ કરી લો. શેમ્પૂ કર્યા બાદ આ પાણીથી વાળ ધોવાથી વાળ શાઇન કરશે.

* આમ, લીંબુનો અનેક ઉપાયો છે. જે તમારા સ્વાસ્થ્યમાં મદદરૂપ થવાની સાથે સાથે સૌંદર્યમાં પણ વધારો કરે છે.

Comments

comments


5,265 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 9 =