સામાન્ય રીતે મરચાંને સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે. એ પણ સાચું છે કે ભારતમાં લાલ મરચા અને લીલા મરચા વગરનું ભોજન અધૂરું છે. લીલા મરચા કરતા લાલ મરચાં ખાવાથી સ્વાસ્થ્યને ખુબ ફાયદો થાય છે. લાલ મરચાં ભરપૂર ગુણોથી ભરેલા છે. જાણો તેના ફાયદાઓ..
* બ્રિટનમાં થયેલ એક સંશોધન મુજબ મરચાં શરીરમાં કૅલરીઝ બાળવામાં મદદરૂપ સાબિત થયા છે. મરચાંમાં રહેલ કેપ્સાસિન તત્વ ભૂખને ઘટાડે છે અને કૅલરીઝ બાળીને એનર્જીના લેવલને વધારે છે.
* લાલ મરચાંમાં વિટામિન સી પર્યાપ્ત માત્રામાં હોય છે. વિટામિન સી શરીરમાં બધા પ્રકારનો ખોરાક શોષણ કરવામાં મદદ કરે છે.
* આના સેવનથી મળમૂત્ર માં થતી સમસ્યાનું નિવારણ કરી શકાય છે.
* જો ત્વચામાં કોઇપણ પ્રકારનો ચર્મ રોગ થાય તો આને વાપરવાથી આરામ મળે છે. શરીરની ખંજવાળ, ધાધર વગેરે થવાથી રાઈના તેલમાં લાલ મરચાનો પાવડર ગરમ કરીને કે પછી આ તેલને ઠંડુ કરીને ચાળણીથી ચાળીને આખા શરીર પર કે જ્યાં ખંજવાળ આવતી હોય ત્યાં લગાવવાથી ફાયદો થાય છે.
* જો તમને અશુદ્ધ પાણીથી પેટમાં સમસ્યા થતી હોય તો લાલ મરચાંની ચટણીને ઘી માં નાખી ખાવાથી અશુદ્ધ પાણીની આડઅસરો નથી થતી.
*વિટામિન એ થી ભરપૂર લાલ મરચાં આંખો અને ત્વચા માટે ખુબજ ફાયદાકારક છે.
* લાલ મરચાં એન્ટી ઓક્સિડન્ટ ધરાવે છે, જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને કેન્સર સામે લડવામાં મદદ કરે છે.
* લીલા મરચા રક્ત પરિભ્રમણ માં સુધારો કરે છે. જેનાથી ખરાબ અને નિર્જીવ વાળોમાં ફાયદો થાય છે. આના સેવનથી વાળ પણ લાંબા અને ભરાવદાર બને છે. જો તમે વાળની સમસ્યાથી પરેશાન હોઉં તો આને ચોક્કસ આજમાવજો.
* જો ગળામાં કોઇપણ પ્રકારનું ઈન્ફેક્શન થાય કે ઉધરસ આવે તો લીલા મરચાની ચટણી કરીને અવશ્ય ખાવી.
* જો તમને મરચા માંથી સૌથી સારી વસ્તુ મળે તો તે છે કેલરી, લીલા મરચામાં ૦% કેલરી હોય છે. મસાલેદાર ભોજન કરવાથી ભૂખ પૂરી થઇ જાય છે.
* મરચામાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે, જેનાથી ક્યારેય કબજિયાત નથી થતી. મરચા ખાવાથી ભોજન સરળતાથી પચી જાય છે.
* લાલ મરચા ખાવાથી મગજમાં એન્ડોર્ફિન ઉત્પન્ન થાય છે. જે તમારો મૂડ સારો કરીને તમને ખુશી આપે છે.
* લાલ મરચામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે, જેના કારણે શરીર બેક્ટેરિયાથી મુક્ત રહે છે.
* જો કોઈએ વધારે દારુ પી લીધો હોય અને તેને હેન્ગઓવર થયો હોય તો તેને લાલ મરચાના સેવનથી રાહત મળશે. આ માટે 1 ચપટી મરચાંના પાવડરને ગરમ પાણીમાં નાખીને દિવસમાં બે થી ત્રણ વખત વ્યક્તિને પીવડાવી દેવું.
* વધુ ઊંઘ આવતી હોય તો સાંજના સમયે એક ચમચી મરચાના પાવડરમાં પાણી નાખીને ભોજન કરતા પહેલા પી લેવું.