આમ તો ભારતમાં ઉત્તરાખંડ, કેરલ અને બીજી પણ ઘણી ભીડભાડ થી દુર એવી જગ્યાઓ છે જ્યાં તમે એકાંત અનુભવી શકો છો. શહેરોની ભીડ અને ફક્ત પ્રકૃતિનો જ આનંદ માણવા તમે અહી આવી શકો છો.
ભારતમાં ઓછી વસ્તીના ક્ષેત્રે ૧૦ માં ક્રમે આવતા અરુણાચલ પ્રદેશની ખીણમાં આવેલ ‘દમ્બુક’ ને જોઇને કોઈપણ વ્યક્તિને દિલથી શાંતિ અને સુકુનનો અહેસાસ થાય એવું પ્રવાસીય ક્ષેત્ર છે. દમ્બુક શહેર સંતરા માટે પ્રખ્યાત છે. દમ્બુક માં આવેલ રસીલા સંતરા ના બગીચાના મનમોહક દ્રશ્યો મનને પ્રફુલ્લિત કરી દેશે. અહી ‘ઓરેન્જ ફેસ્ટીવલ’ ને સેલીબ્રેટ કરવામાં આવે છે.
અરુણાચલ પ્રદેશની રાજધાની ‘ઇટાનગર’ છે, જેણે ‘ઉગતા સૂર્યનો પર્વત’ કહેવામાં આવે છે. અહી પણ ઘણું બધું જોવાલાયક છે. દમ્બુક માં નદી છે તેથી તમે અહી ‘રાફટીંગ’ ની પણ મજા માણી શકો છો. ઉપરાંત એડવેન્ચર સ્પોર્ટ્સ પણ અહી યોજાય છે. દમ્બુક નો સફર કરતા તમને જણાશે કે આ લીલાછમ જંગલો અને પાણીથી ભરેલ છે. અહી ચારેકોર હરિયાળી છે જે તમારા સફરને સુહાનો બનાવી દેશે.
અહી કોઈ હોટેલ કે ગેસ્ટહાઉસ નથી તેથી લોકોને કસ્બામાં રહેવાની સુવિધા આપવામાં આવે છે. અહી ના લોકો ખુબ જ શાંત અને ભોળા હોય છે. અહી જયારે ઓરેન્જ નો ફેસ્ટીવલ ઉજવવામાં આવે છે ત્યારે સંગીત સમારોહ પણ કરવામાં આવે છે.
જયારે તમને ફુરસત ના પળો મળે ત્યારે પ્રકૃતિ થી છળકતી આ જગ્યાએ ફરવા જવું અને પ્રકૃતિના મનોરમ્ય નો આનંદ માણવો.