Life Partner પસંદ કરતા પેહલા રાખો આ વાતો ધ્યાન માં

Life partner's choice, be aware of such things

હેપ્પી મેરિડ લાઈફ માટે યોગ્ય લાઈફ પાર્ટનર મળવો ખુબ જરૂરી છે. તેના માટે પાર્ટનરની પસંદગી કરવા માટે ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે. યોગ્ય લાઈફ પાર્ટનર પસંદ કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ દરેક યુવક કે યુવતીએ ધ્યાનમાં રાખવી જોઈએ. જ્યારે તમે તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમારા જીવનસાથીની પસંદગી કરો છો ત્યારે તમે ખુશ રહો છો અને યોગ્ય વ્યક્તિની પંસદગી જાતે કરી હોવાનો સંતોષ પણ અનુભવો છો. જ્યારે તમે તમારા જીવન સાથીની પસંદગી કરો છો ત્યારે એવી કોઇ વ્યક્તિને શોધો જેની સાથે તમે સરળતાથી વાતચીત કરી શકો અને અરસપરસને સમજી પણ શકો. જ્યારે તમે કોઇ નવા સંબંધમાં જોડાઓ છો ત્યારે તમે આ વાતોને મહત્વ આપશો તો તમે સરળતાથી એકબીજાની સાથે એડજેસ્ટ કરી શકો છો.

એકબીજા પ્રત્યે માન હોવું જોઈએ

Life partner's choice, be aware of such things

તમારા સપના, ગોલ કે પછી પર્સનાલિટી પ્રત્યે જેને માન ન હોય તેવા વ્યક્તિ સાથે તમે ક્યારેય તમારૂં જીવન વ્યતિત કરી જ ન શકો. જેથી, એવા વ્યક્તિને જ પસંદ કરો કે તમને અને તમારા વિચારો તેમજ સપનાંને માન આપે. તમને તમારા વિચારોને વ્યક્ત કરવાની આઝાદી આપે અને સાથે જ તમને તમારી રીતે જીવવાની છૂટ પણ આપે. તેનાથી તમારું જીવન સારું બની રહે છે. અને તમને પણ મજા આવે છે.

વિશ્વાસ મુકી શકાય તેવા વ્યક્તિને પસંદ કરો

આજના સમયમાં એવા વ્યક્તિની પસંદગી ખુબ જ જરૂરી છે કે, જેના પર તમે પૂર્ણ વિશ્વાસ મુકી શકો. વિશ્વાસના અભાવમાં સફળ લગ્નજીવન ક્યારેય ન પામી શકાય.જીવનમાં અનેક વાતો હોય છે જેને તમે શેર કરવા ઇચ્છો છો અને આ માટે તમે ખાસ કરીને તમારા જીવનસાથીને પસંદ કરો છો. આ માટે શરૂઆતમાં વિશ્વાસ કરવાને બદલે એકાદ બે વાર ટ્રાય કરો અને પછી વિશ્વાસ મૂકી આગળ વધો. તમારું જીવન સારું બની રહેશે.

પાર્ટનરની બુદ્ધિક્ષમતા

Life partner's choice, be aware of such things

જો તમે તમારી જોબ કે પછી અભ્યાસમાં ઓવર અચિવર ન હો તો તમારે તમારો પાર્ટનર પણ એ જ કક્ષાનો શોધવો જોઈએ. જો તમે હંમેશા સરેરાશ અથવા તો ઉતરતી કક્ષાનો દેખાવ કરતા હશો અને તમારો પાર્ટનર ઓવર-અચિવર હશે તો તમારૂં લગ્નજીવન લાંબુ નહીં ચાલે અને ચાલશે તો તમારા ભાગે વધારે કોમ્પ્રોમાઈઝ કરવાનું આવશે. પાર્ટનર હંમેશા એવો પસંદ કરવો કે જેની થિંકિંગ પ્રોસેસ તમારી સાથે મેળ ખાતી હોય. જ્યારે તમારા વિચારો અરસપરસની સાથે મેળ ખાતા હશે ત્યારે તમે સરળતાથી એડજેસ્ટ કરી શકો છો અને હેપ્પી લાઇફનો આનંદ પણ લઇ શકો છો.

માપદંડ હોવા જ જોઈએ

લાઈફ પાર્ટનર પસંદ કરો ત્યારે તમારે તમારા અને પરિવારના માપદંડો પણ ધ્યાનમાં રાખવા જોઈએ. દરેક કિસ્સામાં આ માપદંડો સંપૂર્ણપણે સંતોષાય તે જરૂરી નથી પરંતુ, તેમાં ક્યારેય થોડી બાંધછોડ કરવી પડે તો પણ યોગ્ય વિચાર કરીને કરવી. પરંતુ, પાર્ટનર એકેય માપદંડમાં ખરો ન ઉતરતો હોય તો આંખો બંધ કરી તેને પસંદ કરી લેવાની કોઈ જરૂર નથી. કારણકે જીવનમાં કાયમ કોમ્પ્રોમાઇઝ કરીને જીવવામાં મજા આવતી નથી. ક્યારેક તે ઠીક રહે છે. માટે શક્ય હોય ત્યાં સુધી પસંદગી સમયે કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું ટાળો.

સરળતાથી કનેક્ટ થઇ શકો તેવી વ્યક્તિ

Life partner's choice, be aware of such things

જેની સાથે સરળતાથી વાર્તાલાપ થઈ શકે તેવા વ્યક્તિની પસંદગી ખુબ જરૂરી છે. તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમે તેની સાથે કંટાળ્યા વગર વાતો કરી શકશો પરંતુ, સારી રીતે અન્ય કામ પણ કરી શકશો અને તેના પરિણામે સમય પણ વ્યતિત કરી શકશો.

પસંદગી-નાપસંદગી તમારી સાથે મેળ ખાતી હોય

Life partner's choice, be aware of such things

જેની પસંદગી-નાપસંદગી તમારી સાથે મેળ ખાતી હોય તેવો પાર્ટનર પસંદ કરવાનો આપને ઘણો ફાયદો થશે. તમારા અને તેના ઈન્ટરસ્ટ સો ટકા મેળ ખાય તેવું ક્યારેય નહીં થાય. જેમ કે, તમને મૂવી જોવાનો શોખ હોય અને તમારા પાર્ટનરને પણ તેનો શોખ હોય તો તેનાથી લાઈફ ઈન્ટરેસ્ટિંગ બની શકે છે. પરંતુ, જો તેમ ન હોય તો બંનેએ થોડું એડજેસ્ટ કરીને એકબીજાના શોખને પણ માન આપવું જોઇએ. તેનાથી લાઇફ હેલ્ધી બને છે.

એકબીજા જોડે સમય પસાર કરો

એકબીજા સાથે મેળ ખાતી હોય તેવી પસંદગી-નાપસંદગી ઉપરાંત, પતિ કે પત્ની એકબીજાને યોગ્ય સમય આપી શકે તે પણ જરૂરી છે. તમને સમય આપી શકે અને જેને તમારી સાથે સમય વિતાવવો પસંદ હોય તેવો વ્યક્તિ જ તમારે પસંદ કરવો જોઈએ. તેના કારણે તમે એકબીજાને સારી રીતે સમજી શકો છો અને સાથે ક્વોલિટી સમય પણ પસાર કરી શકો છો. અહીં તમારા માટે આ બાબત પણ આવશ્યક છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,746 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 11