લહેરાતા વાળ પરથી વ્યક્તિત્વ જાણો

લહેરાતા વાળ પરથી વ્યક્તિત્વ જાણો

સામુદ્રિકશાસ્ત્ર ભારતીય જ્યોતિષનું મુખ્ય અંગ છે. તેના આધારે શરીરનાં વિવિધ અંગોની રચનાને જોઈને કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વ, સ્વભાવ, ગુણ વગેરેને જાણી શકાય છે. વાળ માત્ર ચહેરાની સુંદરતા જ નથી વધારતા, પરંતુ મનુષ્યના સ્વભાવને પણ વ્યક્ત કરે છે.

સ્ત્રીઓના વાળ

* લાંબા તથા સીધા વાળવાળી સ્ત્રીઓ વાસ્તવિકતામાં જીવે છે. તેઓ સ્વપ્નની દુનિયામાં ખોવાતી નથી. તેમના વિચારો બહુ સ્પષ્ટ હોય છે.

* જે સ્ત્રીઓના વાળ જન્મજાત સોનેરી રંગના હોય તેઓ દુર્બળ હોય છે. બીમારીથી પીડાતી હોય છે. જોકે, આવી સ્ત્રીઓ જ્ઞાાની અને સ્વભાવની એકદમ સરળ હોય છે.

* જેના વાળ કાળા તથા એકદમ સીધા હોય છે તે સ્પષ્ટ વિચાર ધરાવે છે. તેઓ જેવું વિચારે છે તેવું જ કરે છે. જોકે, તેઓ સરળ અને સ્વતંત્ર વિચારો ધરાવનારી હોય છે.

* સામુદ્રિકશાસ્ત્ર અનુસાર જે સ્ત્રીઓના વાળ કાનની પાસે આવીને લહેરાતા, વાંકળિયા થઈ જતા હોય તેઓ બહુ ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રીને તેના ભાગ્યથી સુખ અને આનંદ મળે છે.

* નાના વાળવાળી સ્ત્રીઓ હંમેશાં પોતાના ફાયદા વિશે જ વિચારે છે. તેમના વિચારોમાં ચંચળતા જોવા મળે છે. તેઓ અનુશાસન અને મહેનતને વધારે મહત્ત્વ આપે છે.

* ઘાટા લાલ રંગના વાળ હોય તેવી સ્ત્રીઓ તીક્ષ્ણ બુદ્ધિની હોય છે. સામેવાળી વ્યક્તિ કંઈ ન કહે તોપણ તે તેનું મન જાણી લે છે. તેઓ ઝઘડાળુ તથા વાતવાતમાં ગુસ્સે થઈ જાય છે. તેઓ સ્વભાવે બહુ કઠોર હોય છે.

* જેમના વાળ કાળા અને વાંકળિયા હોય છે તેવી સ્ત્રીઓ જિંદગી પ્રત્યે બહુ આશાવાદી હોય છે. તેઓ શરમાળ સ્વભાવની હોય છે,પણ મહેનત તથા મુશ્કેલીઓથી ક્યારેય ગભરાતી નથી. જીવનમાં ખુશીઓ અને સ્નેહને તેઓ વધારે મહત્ત્વ આપે છે.

* ભૂરા વાળવાળી સ્ત્રીઓ બહુ લાગણીશીલ અને રોમેન્ટિક હોય છે. તેઓ પ્રેમમાં દગો મેળવે છે. તેઓ પોતાની જવાબદારીઓ પ્રત્યે સભાન હોય છે.

* જે સ્ત્રીઓના વાળ આછા ભૂરા તથા ચમકદાર હોય છે તેમનામાં બીજા લોકોને પોતાની તરફ આર્કિષત કરવાની ગજબની શક્તિ હોય છે. તેમનામાં આત્મવિશ્વાસ વધારે હોય છે.

* ભરાવદાર તથા વાંકળિયા વાળવાળી સ્ત્રીઓ સ્વભાવે જિદ્દી હોય છે. કોઈ પણ કામ કરતા પહેલાં તેઓ સો વાર વિચાર કરે છે,પરંતુ પોતાના મનમાં આવે તે જ કરે છે. તેમને સેક્સ પ્રત્યે વધારે રસ હોય છે.

પુરુષોના વાળ

* વાંકળિયા વાળ હોય તો તે વ્યક્તિ પ્રેમી, લાગણીશીલ તથા જિદ્દી સ્વભાવની હોય છે. આવા લોકો ધનવાન તથા અનેક સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધ ધરાવનાર હોય છે.

* વાળ એકદમ રુક્ષ તથા કઠોર હોય તેવો પુરુષ એકદમ કઠોર તથા દુષ્ટ પ્રકૃતિનો હોય છે. આવી વ્યક્તિનો અન્ય લોકો સાથે તાલમેલ બેસતો નથી, પરંતુ તાલમેલ બેસી જાય તો પોતાનું બધું જ ન્યોછાવર કરી દે છે.

* જેના વાળ લાંબા તથા મજબૂત હોય તેઓ મિલનસાર હોય છે, પરંતુ તેમને પોતાની આજીવિકા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. આવી વ્યક્તિ સંગીત તથા અભિનય સહિતની વિવિધ કલામાં નિપુણ હોય છે.

* જો કોઈ પુરુષના વાળ ચમકદાર તથા કોમળ હોય તો તે ઈમાનદાર, વિશ્વાસુ તથા લાગણીશીલ હોય છે. પ્રેમની બાબતમાં તેઓ બહુ સમજદાર અને સકારાત્મક હોય છે. સામાજિક દૃષ્ટિથી તેઓ ર્ધાિમક તથા સામાજિક હોય છે.

* જેના વાળ તાંબાના રંગના તથા ચમકદાર હોય તેઓ ચંચળ, તીવ્ર બુદ્ધિના તથા કામી પ્રકૃતિના હોય છે. તેમને સ્ત્રીઓ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે. તેમના જીવનમાં ૩૬ વર્ષ પછી સ્થિરતા આવે છે.

* જેના વાળનો જથ્થો વધારે હોય તેઓ પંડિત, ધર્મગુરુ, અભિનેતા હોય છે.

લાંબા વાળ

 લાંબા વાળવાળા લોકોના પગ જમીન પર રહે છે. કલ્પનાઓની દુનિયામાં તેઓ ચોક્કસ પરિણામની ખાતરી હોય ત્યારે જ ખોવાય છે. વાતો ઓછી અને કામ વધારે એ તેમના જીવનનો મૂળ મંત્ર હોય છે. પરિસ્થિતિઓ પર વિચાર કરીને બોલવું તેમને ગમે છે. પૈસાની કિંમત તેઓ બહુ સારી રીતે જાણે છે. તેઓ બહુ વ્યાવહારિક હોય છે.

વાંકળિયા વાળ

આવા જાતકો કલાકાર હોય છે. સાહિત્ય અને સંગીતમાં તેમને બહુ રસ હોય છે. આવા લોકો હંમેશા કલ્પનાઓના સમુદ્રમાં ડૂબેલા રહે છે. તેમને મહેમાનગતિ ખૂબ ગમે છે. સામાન્ય લોકોની સરખામણીમાં દૂરર્દિશતા ઓછી હોય છે. નસીબની બાબતમાં તેઓ હંમેશાં આગળ રહે છે. તેઓ જીવો અને જીવવા દો ના સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવે છે.

નાના વાળ

બહુ નાના વાળવાળી વ્યક્તિ મહેનતુ હોય છે. તેઓ અનુશાસનમાં માને છે. પ્રેમ અને નફરત બંને તેમનામાં વિદ્યમાન હોય છે. તેમનું વ્યક્તિત્વ દ્વિમુખી હોય છે. તેઓ ખર્ચે ત્યારે અઢળક પૈસો ખર્ચે છે અને ન ખર્ચે ત્યારે બિલકુલ નહીં. આવા લોકો વિશ્વાસુ હોય છે. તેઓ થોડા સ્વાર્થી અને મહત્ત્વાકાંક્ષી હોય છે. તેઓ પોતાનું હિત પહેલાં વિચારે છે.

પાતળા તથા ઓછા વાળ

પાતળા તથા ઓછા વાળવાળા લોકો મહેનતુ તથા ઈમાનદારીના રોટલા પર વિશ્વાસ ધરાવે છે. તેઓ સામાન્ય લોકોની સરખામણીમાં ઓછા રોમેન્ટિક હોય છે. તેઓ પ્રેમમાં દગાખોરીનો શિકાર બને છે. જે મળ્યું તેમાં સંતોષ માનવો એ તેમના જીવનનો મૂળ મંત્ર હોય છે. તે ગુમાવી ચૂક્યા હોય તેને ક્યારેય યાદ કરતા નથી.

  • સફેદ વાળ માનસિક નબળાઈના પ્રતીક હોય છે.
  • કાળા વાળ માનસિક સ્વસ્થતા અને ઉચ્ચ જીવનશૈલીના પ્રતીક હોય છે.
  • પાતળા વાળ ઉત્તમ સ્વભાવ, ઉદારતા, પ્રેમ, દયા, મૃદુતા, સંકોચ તથા સંવેદનશીલતાના પ્રતીક હોય છે.
  • મોટા તથા વાંકળિયા વાળવાળા લોકોનું સ્વાસ્થ્ય અને જીવનશૈલી સારી હોય છે.
  • સરળ સીધા વાળ આત્મસંરક્ષણ, સરળ સ્વભાવ, સીધી કાર્યપ્રણાલી તથા સ્પષ્ટ વક્તા હોવાના પ્રતીક છે.
  • પીળા, લાલ, રુક્ષ, નાના તથા વિખરાયેલા વાળવાળી વ્યક્તિ હંમેશાં દુઃખી રહે છે.
  • સિલ્કી વાળ હોય તેમનામાં વિનમ્રતા, સભ્યતા, પ્રેમ, મિત્રતા તથા દયાળુપણાના ગુણ હોય છે.
  • ઘાટ્ટા વાળ હોય તેવા જાતક વિદ્યાપ્રેમી હોય છે.

Comments

comments


6,338 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 11