લવિંગ વાળી ચા પીવાના ચમત્કારિક ફાયદાઓ

Pictures-of-Clove-Tea

ચા આપણી લાઈફનો મુખ્ય ભાગ છે. આજના સમયમાં સ્ટ્રેસ ફ્રી રહેવા માટે ટી ને વધારે મહત્વ આપવામાં આવે છે. આનાથી માઈન્ડ રીફ્રેશ થઇ જાય છે. જોકે, તમે રોજ આદુંવાળી કે ગ્રીન ટી પીતા જ હશો. પણ ક્યારેય લવિંગ યુક્ત ચા પીધેલી છે. જો નહિ તો અહી જણાવેલ ફાયદાઓ જાણીને તમે ચોક્કસ તેને પીશો.

*  જયારે ગમ, દાંતમાં અસહ્ય દુ:ખાવો થાય ત્યારે લોકો લવિંગના તેલને દાંત પર રબ કરતા હોય છે, જેથી પેઈન ઓછુ થાય. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે લવિગની ચા પી શકો છો. ઉપરાંત કફ અને ગળામાં દુઃખાવો પણ આ ઓછો કરે છે.

*  આને બનાવવા માટે લવિંગને પાણીમાં થોડી મિનીટ સુધી ઉકાળો. પછી આમાં થોડી માત્રામાં ચા નાખવી. ત્યારબાદ ચા ને ગરણીથી ચાળીને પીવી. પ્રતિદિન લવિંગ વાળી ચા પીવાથી તમને સાઈનસની તકલીફ થી રાહત મળશે.

*  આમાં એન્ટીસેપ્ટિક તત્વ હોય છે જેના માધ્યમે ઇન્ફેકશન દુર થાય છે. આ તમારા જવરને ઘટાડે છે. ઉપરાંત પેટ સબંધિત સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે.

*  લવિંગ વાળી ચા પીવાથી સ્કીન ટોક્સીન બહાર નીકળી જાય છે. આનાથી ત્વચામાં થતા ખીલ (એકને) ની સમસ્યા દુર થાય છે.

*  આ આંતરડાના ખરાબ કીડાઓને નષ્ટ કરે છે. આમાં એન્ટી-ઇનફ્લેમેટરી તત્વ હોય છે, જે આંતરડાના ખરાબ કીડાઓને દુર કરે છે.

Comments

comments


17,907 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


3 + = 6