ફરારી કાર સાથે લલિત મોદી લંડનમાં
ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલા લલિત મોદી મામલે રોજ નવા-નવા વિવાદો સામે આવે છે. તાજેતરના વિવાદમાં સામે આવ્યું છે કે, 2007મા તે સમયની રાજ્યની ભાજપ સરકારે લલતિ મોદીનું નામ કેન્દ્રને પદ્મ એવોર્ડ માટે મોકલ્યું હતું. ક્રિકેટ, હાઇ પ્રોફાઇલ લાઇફ, પોલિટિકલ સંબંધોની સાથે લલિત મોદી મોંઘીદાટ કારો પર ખર્ચ કરનાર વ્યક્તિ તરીકે જોવા મળી રહ્યાં છે. લક્ઝરી કારોના શૌખીન લલિત મોદી આઇપીએલ સિઝન દરમિયાન આ કારો માટે 40-50 લાખથી વધુનો ખર્ચ કરી નાખતા હતા. આજે અમે લલિત મોદીના લક્ઝિરિયસ કારો અને તેના ખર્ચ સાથે જોડાયેલી અમુક અજાણ વાતો તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ.
મર્સિડીઝ અને બીએમડબલ્યૂ દ્વારા મેચના સ્થળે જતા
લલિત મોદી દ્વારા કારો પર કરાતા ખર્ચનો ખુલાસો ત્રીજી સિઝન દરમિયાન થયો હતો. આઇપીએલ સિઝન દરમિયાન લલિત મોદી સ્ટેડિયમ પર જવા માટે ખાસ ક્લાસની મર્સિડીઝ અથવા બીએમડબલ્યૂ કારનો જ ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત આઇપીએલ-3માં લલિત મોદીએ વાપરેલી કારોનું બિલ 40 લાખ રૂપિયા આવ્યું હતું.
નાગપુરમાં એરપોર્ટ પર જવા હૈદરાબાદથી મર્સિડીઝ મંગાવી
બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે, લલિત મોદી જ્યારે ધર્મશાળા ગયા હતા, ત્યારે દિલ્હીથી મર્સિડીઝ તેમને માત્ર સ્ટેડિયમ પર અને હોટલ પર લઇ જવા માટે મોકલવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ નાગપુરમાં હતા તો તેઓને એરપોર્ટ સુધી મુકવા માટે હૈદરાબાદથી મર્સિડીઝ મંગાવવામાં આવી હતી.
લંડનમાં છે લક્ઝરી કારોનો કાફલો
લલિત મોદી પોતે ઘણી લક્ઝરી કારોના માલિક છે. તેમની પાસે રહેલી ફરારી કાર પર તેમણે ‘ક્રિકેટ’ લખાવેલું છે. મોદીએ પોતાની પત્ની મિનલને અમુક વર્ષ અગાઉ એસ્ટર્ન માર્ટિન ગિફ્ટમાં આપી હતી. આ ઉપરાંત તેમની પાસે મર્સિડીઝ બેંઝ જી 63 એએમજી સહિત ઘણી કારો છે.
ફરારી કાર સાથે લલિત મોદી લંડનમાં
મુંબઇમાં આઇપીએલ સિઝન દરમિયાન મર્સિડીઝમાં જઇ રહેલા લલિત મોદી
લલિત મોદીના પુત્ર માટે કઇંક આવો કાફલો આઇપીએલ સિઝનમાં જોવા મળ્યો હતો, તેને કારણે પણ વિવાદ સર્જાયો હતો
સૌજન્ય
દિવ્ય ભાસ્કર