રોમેન્ટીક વેકેશનની છે ઈચ્છા, આ રહ્યા ભારતના હોટ ડેસ્ટિનેશન

The desire for a romantic vacation, going to the hot destination in India

વેકેશનની સીઝન આવી ગઈ છે. વર્ષમાં આ સમયે મોટાભાગના લોકો ફરવા જવાનું પસંદ કરતા હોય છે. કાયમીની દોડાદોડીથી કંટાળેલા લોકો ફ્રેશ થવા માટે ક્યાંક બહાર ફરવા જતાં હોય છે. તેમાં કેટલાક એવા હોય છે કે જે પરિવાર સાથે ટુર પર જાય છે. તો કેટલાક વર્કિંગ કપલ્સ એવા હોય છે કે જે રૂટીન લાઈફમાં સમય સાથે વિતાવી શકતા નથી તે રોમેન્ટીક વેકેશન માટે તૈયારી કરતા હોય છે. અહીં તમને જણાવીશું કે તમે પણ જો રોમેન્ટીક વેકેશન પર જવા ઈચ્છતા હોય તો ભારતમાં કેટલાક સ્થળો એવા છે જે તમારા રોમાન્સને પુરબહારમાં ખીલવા માટેની મોકળાશ પુરી પાડશે.

હિમાચલ

શિયાળાની ઋતુમાં તો હનીમૂન માટે હોટ ડેસ્ટિનેશન લિસ્ટમાં હિમાચલ ટોપ પર છે જ. પરંતુ ગરમીઓની મોસમમાં પણ ત્યાંનું વાતાવરણ અનુકુળ છે. આ સમય એવો છે કે જ્યારે ત્યાંથી બરફના થરો હટી ગયા હશે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી હશે. ગરમીથી દુર, પ્રકૃતિના ખોળે વેકેશન વિતાવવાનો અનુભવ અનેરો જ હશે.

હિમાચલ પ્રદેશ, ભારતના ઉત્તરમાં સ્થિત રાજ્ય છે, જે પોતાની સુંદરતા, પ્રકૃતિ અને શાંત વાતાવરણને કારણે દર વર્ષે દુનિયાના લાખો પર્યટકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરે છે.

The desire for a romantic vacation, going to the hot destination in India

મુખ્ય રીતે દેવભૂમિ અથવા દેવતાઓની ભૂમિના નામથી લોકપ્રિય આ રાજ્ય આવનારા પર્યટકો માટે સ્વર્ગ છે, અહીંની હરિયાળી, બરફથી ઢંકાયેલા પહાડો, બર્ફિલા ગ્લેશિયર, મનમોહક સરોવરો અહીં આવનારા કોઇ પણ ટૂરિસ્ટનું મન મોહવા માટે પુરતા છે.

The desire for a romantic vacation, going to the hot destination in India

The desire for a romantic vacation, going to the hot destination in India

The desire for a romantic vacation, going to the hot destination in India

કેરળ 

પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર કેરળ વન્યજીવોના આરામદાયક પ્લેસ તરીકે ફેમસ છે. હરિયાળીથી લદાયેલા કેરળના જંગલોમાં તમને અનેક એવા વન્યજીવો જોવા મળશે, જે દુર્લભ છે. આ ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે, જે આયુર્વેદના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસિત થઇ રહ્યું છે. અહીં તમે પાર્ટનર સાથે આયુર્વેદિક મસાજની સાથે રિલેક્સ થઈ શકો છો. આ ઉપરાંત પાણીમાં ચાલતી હાઉસ બોટની સફર પણ અલગ જ અનુભવ રહેશે. સફેદ રેત અને દૂર દૂર સુધી ફેલાયેલા અસીમ સાગરે કેરળને વધારે સુંદર બનાવ્યું છે.

પોર્ટ બ્લેયર 

The desire for a romantic vacation, going to the hot destination in India

પોર્ટ બ્લેર આમ તો ભારતની મુખ્ય ભૂમિથી થોડે દુર દરિયામાં (અંદામાન-નિકોબાર દ્વિપમાં) આવેલ છે. અહીંના હેવલોક અને નીલ આઈલેન્ડ પોતાની સુંદરતાના કારણે લોકોને પોતાની તરફ આકર્ષે છે. કુદરતી વાતાવરણ વચ્ચે અંદામાન-નિકોબારની આ ટ્રિપ કોઈના પણ માટે યાદગાર બની રહેશે. અહીં 86 ટકા વિસ્તારમાં આજે પણ જંગલો છે. પ્રદુષણમુક્ત અહીંનું વાતાવરણ ચોક્કસથી પસંદ પડી જાય તેવું છે. અહીં ટ્રાઈબ કમ્યુનિટી જારવા પણ મુખ્ય આકર્ષણો પૈકી એક છે.

The desire for a romantic vacation, going to the hot destination in Indiaસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

4,581 views

facebook share

2 thoughts on “રોમેન્ટીક વેકેશનની છે ઈચ્છા, આ રહ્યા ભારતના હોટ ડેસ્ટિનેશન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× 3 = 9