રોજ આ રીતે કરો કેળા ને દૂધનું સેવન, વધતા વજનની સમસ્યાથી મળશે મુક્તિ!

Milk consumption of bananas on the way, will be exempt from the increasing weight problem!

તમે વર્ષના કોઇ ખાસ દિવસની આતુરતાથી રાહ જોઇ રહ્યા છો અને તે દિવસ કોઈ ખાસ ડ્રેસ પહેરવા માંગો છો પરંતુ તમે એ જ ચિંતામાં રહેતાં હશો કે, તે ડ્રેસ તમને ફિટ આવશે કે નહી. મોટાભાગના લોકો પોતાની બોડીમાં રહેલ એકસ્ટ્રા ફ્લેબ કેવી રીતે દૂર કરેવો તે જ વિચારતાં હોય છે. જેના કારણે તેમનો બોડી શેઇપ યોગ્ય બને અને કોઇપણ વસ્ત્ર પહેરવા માટે તે હમેશાં તૈયાર રહે. બોડીમાં રહેલ આ એકસ્ટ્રા બ્લેબને દૂર કરવા માટે આજે આ લેખમાં અમે તમારી માટે કેળા અને દૂધનો એક ખાસ નુસખો લઇને આવ્યાં છીએ. હાં, કેળા અને દૂધનું કોમ્બિનેશન બોડીમાં રહેલ વધારે ચરબીને દૂર કરે છે સાથે જ, બોડી શેઇપ પણ યોગ્ય બનાવે છે.

દૂધ-કેળા ડાયટ કઇ રીતે કરે છે કામઃ-

ડોક્ટર જોર્જ હારોપે 1934માં સૌથી પહેલીવાર દૂધ-કેળા ડાયટ પ્રોગ્રામ તૈયાર કર્યો. આ ડાયટ પ્લાન પાછળ તેમની આ જ વિચારધાર હતી કે, ઓછી કેલોરીવાળા ખોરાકનું સેવન કરવાથી પણ શરીરને કઇ રીતે સ્વસ્થ રાખી શકાય છે. આ ડાયટ પ્રોગ્રામમાં ભોજનમાં દરરોજ ત્રણ કેળા અને એક કપ ફેટ ફ્રી મિલ્ક લેવામાં આવે છે. કેળા દૂધથી પહેલાં અથવા પછી તેનું સેવન કરી શકાય છે. અથવા તો તમે દૂધ અને કેળાની સ્મૂદી બનાવીને પણ પી શકો છો. બસ તમારે સાથેને સાથે ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી પીવું જોઇએ. આ ઉપાયથી તમે દિવસમાં એક હજારથી ઓછી કેલોરીનું સેવન કરશો.

કેળા અને દૂધઃ-

દરેક કેળામાં 100 કેલોરી હોય છે. ત્યાં જ, એક કપ દૂધમાં 80થી વધારે કેલોરી હોય છે. આ માટે જો તમે આ ડાયટ પ્લાનના હિસાબે ચાલશો એટલે કે, એક દિવસમાં ત્રણવાર આ ડાયટ લેશો તો તમે 900ની આસપાસ કેલોરી નું સેવન કરશો. જે ખૂબ જ સારું છે વજન ઓછું કરવું હોય તો આ નુસખો બધા જ વ્યક્તિ માટે ખૂબ જ કારગર સાબિત થશે.

કેળા-દૂધના ડાયટના ફાયદાઃ-

કેળા-દૂધ ડાયટથી વજન કઇ રીતે ઓછું થઇ શકે છે તે તો આપણે બધા જ જાણીએ છીએ. આ સિવાય પણ તેના ઘણા ફાયદા છે. જેનાથી ત્વચાને ખૂબ જ ફાયદો થાય છે અને ખીલના નિશાન પણ દૂર થવા લાગે છે. દાંત સફેદ કરવા માટે પણ આ એક કારગર રીત છે. આ ઉપાય તમારી સુંદરતાને પણ વધારે છે, તે પણ પ્રાકૃતિક રીતથી.

Milk consumption of bananas on the way, will be exempt from the increasing weight problem!

કેળાના ફાયદાઃ-

જો તમે કેળાના સેવનથી ડરો છો અને તમારું માનવુમં છે કે, આ ફળ બીમારીઓનું ફળ છે તો તમે કેળાના ફાયદા અને પોષક તત્વોને જાણીને તમારી રાય બદલી લેશો. કેળામાં વિટાનિન એ, બી, સી અને ઈ, મિનરલ્સ, પોટેશિયમ, ઝિંક, આર્યન વગેરે ઘણા પોષત તત્વ છે જે તમારા સ્વાસ્થ્યના મોટા-મોટા ફાયદા આપશે.

ફેટ-ફ્રી મિલ્કના ફાયદાઃ-

ફેટ ફ્રી મિલ્ક એટલે મલાઈરહિત દૂધમાં ચરબીની માત્રા ઓછી હોય છે, એટલે તે કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે સારો આહાર છે. મલાઈરહિત દૂધમાં ફેટ હોતુ નથી, પરંતુ અન્ય ઘણા જરૂરી પૌષ્ટિક તત્વ પણ હોય છે. મલાઈરહિત દૂધમાં રહેલ પ્રોટીન માંસપેશિઓને શક્તિશાળી બનાવે છે. જો તમે કસરત કર્યા પછી સ્કિમ્ડ મિલ્કનું સેવન કરો છો, તો તેનાથી તમારી માંસપેશિઓ મજબૂત થાય છે. આ સિવાય, તેના સેવનથી કોશિકાઓમાં થતી તૂટ-ફૂટની સારવાર માટે શરીરને જરૂરી ઉર્જા પણ મળે છે.

કેળા અને દૂધ સાથે લેવાના ફાયદાઃ-

જ્યારે કેળા અને દૂધનું સેવન સાથે કરવામાં આવે છે તો શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન, ફાઇબર અને મિનરલ મળે છે તે પણ ફેટ વિના. આ ડાઈટથી જે પોષણ મળે છે તે શરીરને ત્રણ ચાર દિવસ ઉર્જા આપવા માટે પૂરતાં હોય છે.

Milk consumption of bananas on the way, will be exempt from the increasing weight problem!

આ વાતોનું રાખવું ધ્યાનઃ-

જ્યારે તમે કેળા-દૂધ ડાયટમાં લેશો તો બની શકે છે કે, અચાનક કેલોરી ઓછી થવાને કારણે તમને નબળાઈ આવી જાય. જોકે, આ નબળાઈ એટલી પણ નથી હોતી કે તમે સંભાળી ના શકો. છતાં પણ તમને નબળાઈ આવી ગઇ છે તો તમે એક ટાઇમ સામાન્ય ભોજન કરી શકો છો અને બે ટાઇમ કેળા દૂધ લઇ શકો છો. ત્યારે પણ તમારી કેલોરી ઓછી થઇ જશે. આ સિવાય, મહિલાઓને માસિક ધર્મ દરમિયાન આ ડાયટ ન લેવી જોઇએ કારણ કે, તેનાથી આર્યનની જરૂરિયાત પૂર્ણ થતી નથી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


7,689 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 1 =