પપૈયાંની સૌથી લોકપ્રિય જાતિનું નામ ‘કારિકા પપૈયાં’ છે. આ જ જાતિના પપૈયાંનું વિશ્વમાં મોટાભાગે ઉત્પાદન થતું હોય છે. મેક્સિકો તથા તેની આજુબાજુ આવેલા અન્ય દક્ષિણ અમેરિકન દેશોમાં પપૈયાંની આ જાતિની શરૂઆત થઈ હોય તેમ માનવામાં આવે છે. પપૈયાં મુખ્યત્વે બે જાતિનાં હોય છે. દક્ષિણ અમેરિકન દેશો, કેરેબિયન દેશો, એશિયા તથા આફ્રિકાના દેશોમાં પપૈયાનું ઉત્પાદન થાય છે.
મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પપૈયાંનું સ્થાન સર્વવ્યાપી છે. એકલા અથવા વિવિધ ફળોની સાથે સવારના નાસ્તા વખતે પપૈયાંનો ઉપયોગ થતો હોય છે. દિવસ દરમિયાન પણ એક અતિરિક્ત સ્નેક્ની જગ્યાએ ફળ અને તેમાંયે વિશેષ કરીને પપૈયું ઘણા લોકો લેતાં હોય છે. વજનમાં હલકું તથા પાચન માટે સરળ તથા પાણી અને વિટામિન્સથી ભરપૂર આ ફળ સ્વસ્થ રહેવા માટે પણ ખૂબ ઉપયોગી છે.<
પપૈયું: એક ટ્રોપિકલ ફળ
ગરમ આબોહવા ધરાવતા ઉષ્ણ કટિબંધનાં પ્રદેશોમાં તેનું ઉત્પાદન થાય છે. પપૈયાંનાં વૃક્ષનું ઉત્પાદન સદીઓ પહેલા મેક્સિકો તથા તેની આજુબાજુના દક્ષિણ અમેરિકન ખંડના દેશોમાંથી થયું હોવાનું માનવામાં આવે છે.
મેક્સિકોથી શરૂ થઈને પપૈયાંનો પ્રસાર વિશ્વના અન્ય દેશો તરફ થયો હોવાનું માનવામાં આવે છે. ઠંડા પ્રદેશોમાં પપૈયાંનું ઉત્પાદન થતું નથી. આવા દેશો બીજા દેશોમાંથી આયાત કરે છે. પપૈયાં વિશ્વના બધા જ દેશોમાં આજ નામે ઓળખાય છે.
* આના ખાવાના અનેક જેમ કે, પપૈયામાં ઉચ્ચ માત્રામાં ફાયબર હોય છે. આ વિટામીન સી અને એન્ટિ ઑક્સીડેન્ટસ થી ભરપુરય છે. પોતાનામાં રહેલ ગુણોના કારણે આ કોલેસ્ટેરોલ ને નિયંત્રિત કરવામાં ખુબ જ અસરકારક છે.
* જે લોકોને કબજીયાત ની સમસ્યા રહેતી હોય તેમને આનું સેવન કરવું.
* આનાથી ખસી, ઉઘરસ, તાવ અને અન્ય બીમારી દુર કરે છે.
* મીડીયમ સાઈઝના પપૈયા માં ૧૨ કેલેરી હોય છે. જો તમે વજન ઘટાડવાના કારણે ડાયટમાં અને શામેલ કરો તો વેટ લોસ કરવામાં આનાથી તમને ફાયદો થશે.
* આ વિટામીન ‘સી’ થી ભરપુર હોય છે. સાથે જ આમાં વિટામીન ‘એ’ પણ રહેલ છે, જે આંખો ની રોશની વધારવા અસરકારક છે.
* આ મહિલાઓને તંદુરસ્ત રાખવા માટે પણ ઉપયોગી છે. મહિલાઓને પીરીયડ અ થતા દુખાવાને આ ઘટાડે છે. આનાથી તેમનું પીરીયડ સાયકલ નિયમિત રહેશે.