મને કોઈ કહે કે સૌથી ઝડપી કાર કઈ તો સ્વાભાવિક જ ફરારી નામ મગજમાં ચમકે. તેમાં પણ એમ કહીએ કે સાયકલ અને ફરારી વચ્ચે રેસ થઈ હતી. તો સ્વાભાવિક જ તમે કહેશો સાઈકલની ફરારી સામે શું ઔકાત. પળભરમાં ફરારી સાયકલને પછાડી રેસ જીતી ગઈ હશે. પરંતુ સાધારણ ગણાતી સાઈકલે ફરારીને રેસમાં પછાડી છે.
ફ્રેન્ચ સાયકલિસ્ટ ફ્રેંકોઇસ જિસ્સીએ પોતાની 207 પ્રતિ કલાકની રફતારવાળી રોકેટ સાયકલથી ‘ફરારી’ને પછાડી છે. જિસ્સીએ પોતાની સાયકલમાં રોકેટ લગાવ્યું છે. તેણે પોતાની આ અનોખી સાયકલથી રેસમાં ‘ફરારી’ને રોકેટ ગતિએ પછાડી દિધી.. આ હેરતભર્યા કારનામાથી જિસ્સીએ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો.
જિસ્સીએ 333 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 207 માઇલ પ્રતિ કલાકની રફતારથી રેકોર્ડ રચ્યો છે. તેણે આ રેકોર્ડ સાઉથ ફ્રાન્સના સર્કિટ પાઉ રેકોર્ડ ટ્રેક પર બનાવ્યો હતો. સૌથી રસપ્રદ વાત તો એ હતી કે, આ એક સામાન્ય સાયકલ હતી. સાયકલમાં ત્રણ રોકેટ લગાવાયા હતા. જેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલી હતી.
જ્યારે ‘ફરારી’ કાર સાથે જિસ્સીએ પોતાની સાયકલ સાથે રેસ લગાવી ત્યારે તેણે 650 હોર્સ પાવરવાળી ‘ફરારી’ 430 સ્કૂડેરિયાને એકદમ પાછળ મૂકી હતી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર