વર્લ્ડકપ વચ્ચે એક વખત ફરી ક્રિકેટ અને બોલિવુડના મિલનના સમાચાર છે. ભારતના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલી ‘પોતાની લવ’ બોલિવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. એક સમાચાર પત્રમાં છપાયેલા સમાચાર અનુસાર, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ વર્ષના અંત સુધમાં લગ્નના બંધનમાં બંધાઇ જશે.
કોહલીએ કરી અનુષ્કાની ફિલ્મની પ્રશંસા
મહત્વપૂર્ણ વાત છે કે કોહલી- અનુષ્કાના લગ્નની અફવા ચર્ચામાં છે કારણ કે બે દિવસ પહેલા જ વિરાટ કોહલીએ અનુષ્કાની ફિલ્મ ‘NH 10’ જોઇ અનુષ્કા અને ફિલ્મની પ્રશંસા કરી હતી અને અનુષ્કાને ‘માઇ લવ’ કહ્યું હતું. વિરાટ કોહલીની ટ્વિટ બાદ અનુષ્કા શર્માએ પણ તેનો જવાબ આપ્યો હતો અને ટ્વિટ કરી કોહલીનો આભાર માન્યો હતો.
બન્ને અનેક વખત સાથે જોવા મળ્યા
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નની અટકળો એટલા માટે પણ લગાવવામાં આવી રહ્યાં છે કારણ કે કોહલી અને અનુષ્કા અત્યાર સુધી દેશ વિદેશમાં કેટલીક વખત સાથે જોવા મળ્યા છે. વર્લ્ડકપ 2015 શરૂ થયા પહેલા પણ વિરાટ- અનુષ્કા કેટલીક વખત ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સાથે જોવા મળ્યા હતા.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર