મહેન્દ્રસિંહ ધોની ‘કેપ્ટન કૂલ’ તરીકે જાણીતો છે અને મેદાન પર શાંત રહે છે. જોકે આયર્લેન્ડ સામેની મેચમાં તે વધારે એક્ટિવ જણાતો હતો. વારંવાર તેણે મોટા અવાજથી પોતાના ખેલાડીઓને વિવિધ નિર્દેશ આપ્યા હતા. ધોનીની કોમેન્ટ્સ સ્ટમ્પ્સના માઇક્રોફોન દ્વારા આરામથી સંભળાતા હતા.
આગળથી મારવા દે 14મીઓવર
પોર્ટર ફિલ્ડે જાડેજાને કટ કરી બાઉન્ડ્રી મારી હતી. ત્યારપછીનો શોર્ટ બોલ હતો. ત્રીજો બોલ પણ શોર્ટ હતો અને એક સિંગલ લીધો. ચોથો બોલ સ્ટર્લિંગને ધીમો નાખ્યો હોત. ધોની જાડેજાને કહ્યું હતું કે શાબાશ, આગળથી મારવા દે. ત્યારપછીનો બોલ શોર્ટ હતો અને સ્ટર્લિંગે સિક્સર ફટકારી હતી. ધોનીએ જાડેજાને હટાવીને રૈનાને બોલિંગ સોંપી હતી.
રાયડુ જાગીને રહેજે , 29મીઓવર
પોર્ટરફિલ્ડ 64 રન પર હતો. તેણે રૈનાના એક બોલને કવર ડ્રાઇવ કરી હતી. સબસ્ટિટ્યૂટ અંબાતિ રાયડુ થોડોક ધીમો હતો અને બોલ માટે રાહ જોઇ હતી. ગુસ્સામાં આવીને ધોનીએ મોટા અવાજે કહ્યું હતું,’રાયડુ જરા જાગીને રહેજે, તેના હિસાબે બોલ માટે એન્ટિસિપેટ કર, વોલીબોલની જેમ ઊભો રહ્યો છે.’
સૌજન્ય
દિવ્ય ભાસ્કર
થોડોક પાછળથી , 18મીઓવર
જોયેસ રમી રહ્યો હતો. તેણે સાત બોલ રમ્યા હતા. રૈનાના પ્રથમ બોલે તે કવરમાં રહાણે તરફ રમ્યો હતો. ધોનીએ ઘાંટો પાડ્યો હતો કે જરા થોડોક પાછળથી રહેજે જિંક્સ (અજિંક્ય). ધીરેથી રમતો નથી. ધોની કહેવા માગતો હતો કે જોયેસ સિંગલ રન માટે નથી રમતો. રૈનાએ બોલ ધીમો ફેંક્યો હતો અને જોયેસ બોલ્ડ થયો હતો.
ઉપર રહેજે, 21મીઓવર
અશ્વિનની ઓવરમાં પોર્ટરફિલ્ડ લોંગ શોટ્સ રમે તેમ લાગતું હતું. ધોનીએ બાબત પારખી લીધી હતી. તેણે તરત પોઇન્ટ ફિલ્ડરને કહ્યું હતું કે ઉપર જોઇ રહ્યો છે અને જરા થોડોક આગળથી રહેજે, બોલ તારી પાસે આવી શકે છે. જોકે ધોનીનો દાવ અધૂરો રહી ગયો હતો.