રાતે લેન્સ પહેરવાથી દિવસે ચશ્માંની જરૂર ન પડે એ રીત સારી કે ખરાબ

Wearing lenses at night, you do not need glasses, the way good or bad

દર દસ વ્યક્તિમાંથી એક વ્યક્તિને ખૂબ યંગ એજમાં દૂરનાં ચશ્માં હોય છે જે હવે ખૂબ કૉમન ગણાવા લાગ્યું છે. ચશ્માં પહેરવાનું ઘણા લોકોને ન ગમતું હોય ત્યારે લેન્સ સહેલો ઉપાય છે. જોકે લેટેસ્ટ ટેક્નૉલૉજી એવી વિકસી રહી છે જેમાં રાત્રે સૂતી વખતે લેન્સ પહેરી લો તો દિવસે તમારે લેન્સ પણ પહેરવાની જરૂર ન રહે અને છતાં તમને ચોખ્ખું દેખાય

સામાન્ય રીતે લેન્સ પહેરનારા લોકોને ટેન્શન રહેતું હોય છે કે, ક્યાંક પહેરેલા લેન્સે જ આંખ ન લાગી જાય. જ્યારે પણ એવું થાય ત્યારે બીજા દિવસે આંખમાં ડ્રાયનેસ લાગે, બળતરા થાય અને લેન્સ કીકીને ચીપકી ગયા હોય એવું બની શકે છે. જોકે માયોપિયાના એટલે કે દૂરનું જોવામાં તકલીફ પડતી હોય એવા લોકો માટે માર્કેટમાં એવા લેન્સ પણ મળે છે. જે તમારે આખો દિવસ નથી પહેરવાના પણ માત્ર રાત્રે જ પહેરવાના હોય છે. તાજેતરમાં બ્રિટિશ સાયન્ટિસ્ટોએ પ્રયોગ કરીને એવું પણ તારવ્યું છે કે, માત્ર યંગસ્ટર્સ જ નહીં, એજ-રિલેટેડ સાઇટ-લૉસ એટલે કે ઉંમર વધવાને કારણે દૃષ્ટિમાં ઊણપ આવેલી હોય એમાં પણ આ લેન્સ કામ કરી શકે છે.

નવાઈની વાત એ છે કે, પશ્ચિમની આ શોધ ત્રણેક વર્ષ પહેલાં થઈ હોવા છતાં એ હજી સુધી ભારતમાં પહોંચી નથી. ભારતના મોટા ભાગના ઑફ્થૅલ્મોલૉજિસ્ટ્સ આ પ્રકારના લેન્સને હેલ્ધી નથી ગણતા. જોકે ઉંમરલક્ષી દૃષ્ટિની સમસ્યામાં પણ કામ આપી શકતા લેન્સથી કદાચ ફાયદો થશે એની શક્યતાઓ તપાસવા માટે પહેલાં તો આ લેન્સ શું છે અને કઈ રીતે કામ કરે છે એ સમજવું પડે.

Wearing lenses at night, you do not need glasses, the way good or bad

આપણે કઈ રીતે જોઈએ છીએ?

નાઇટ-લેન્સ વિશે સમજતાં પહેલાં આપણી આંખો કઈ રીતે કામ કરે છે એ સમજવું જરૂરી છે. આંખ કૅમેરાની જેમ વર્ક કરે છે. આપણી સામે પડેલી ચીજ પરથી પ્રકાશનાં કિરણો કૉર્નિયા એટલે કે આંખોના નેત્રપટલ પર પડે છે. કૉર્નિયા અને રેટિના વચ્ચે માત્ર બાવીસ મિલીમીટર જેટલું અંતર હોય છે. કૉર્નિયાની જાડાઈમાં વધઘટ થવાથી કૉર્નિયા અને રેટિના વચ્ચેનું અંતર વધે છે અને પ્રતિબિંબમાં તકલીફ ઊભી થાય છે. જ્યારે પ્રતિબિંબ કૉર્નિયા અને રેટિનાની વચ્ચે ક્યાંક પડતું હોય ત્યારે માઇનસ નંબર આવે છે જે મેડિકલ ભાષામાં માયોપિયા તરીકે ઓળખાય છે. દૂરની ચીજો સ્પષ્ટ જોવામાં તકલીફ પડતી હોય એને સામાન્ય ભાષામાં માઇનસ નંબર કહે છે.

નાઇટ-લેન્સ શું છે?

કૉર્નિયાની જાડાઈમાં એકાદ મિલિમીટર જેટલો પણ વધારો થાય તો એનાથી માઇનસ નંબર આવે છે. નાઇટ-લેન્સ એવી વ્યવસ્થા છે જે ટેમ્પરરી ધોરણે કૉર્નિયાની જાડાઈ ઓછી કરે છે. ઑથોર્કેરૅટોલૉજી પ્રોસેસ વડે બનેલા આ લેન્સ આંખમાં પહેરવાથી એ કૉર્નિયા પર હળવું પ્રેશર ક્રીએટ કરે છે જેને કારણે આપમેળે કૉર્નિયાની જાડાઈ થોડીક ઘટે છે. અલબત્ત, આ કાયમી ઘટાડો નથી હોતો.

Wearing lenses at night, you do not need glasses, the way good or bad

વિલે પાર્લેમાં આઇ હૉસ્પિટલ ચલાવતાં ઑફ્થૅલ્મોલૉજિસ્ટ ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘ઑથોર્કેરૅટોલૉજી લેન્સ રાતના પહેરવાથી સતત સાત-આઠ કલાકના પ્રેશરને કારણે કૉર્નિયાના કદમાં ટેમ્પરરી ફેરફાર આવે છે. જ્યાં સુધી આ પ્રેશરની અસર રહે ત્યાં સુધી વ્યક્તિ ચશ્માં વિના નૉર્મલી જોઈ શકે છે અને જેવી પ્રેશરની અસર ઊતરી જાય એટલે કૉર્નિયા ફરી જાડો થઈ જાય છે અને ફરી પહેલાં જેવી દૃષ્ટિ થઈ જાય છે. એટલા માટે જ આ લેન્સ વ્યક્તિએ રોજ રાતે પહેરવા પડે છે. જરાક અલગ રીતે કહીએ તો જેમ રોજ ટાઇટ મોજાં પહેરીને સૂઈ જઈએ તો પગમાં એની અસર બીજા દિવસે અમુક કલાકો સુધી જોવા મળે છે એવું જ આંખમાં થાય.’

ચશ્માં કે લેન્સથી શું થાય?

કૉર્નિયાની જાડાઈમાં થયેલી વધઘટ અનુસાર ચશ્માંના નંબર નક્કી થાય છે. આ નંબરનાં ચશ્માં કે લેન્સ પહેરવાથી આપણી નજર સામે પડેલી ચીજનું એક જ પ્રતિબિંબ રેટિના પર પડે છે અને વ્યક્તિ સ્પષ્ટ જોઈ શકે છે.

લેન્સ પહેરવાની પ્રોસેસ કેવી?

દરેક વ્યક્તિના નંબર અને કૉર્નિયાના આકારને માપીને આંખના નિષ્ણાત પાસે ટેલરમેડ લેન્સ તૈયાર કરાવવા પડે છે. કૉર્નિયામાં કેટલી ડિફેક્ટ છે, એની જાડાઈમાં કેટલો ફરક છે એ જાણવા માટે ડૉક્ટર આંખની કૉર્નિયલ ટૉપોગ્રાફી તરીકે ઓળખાતી ટેસ્ટ કરે છે. દરેક વ્યક્તિની આંખોની કન્ડિશન અનુસાર માપ લઈને વધુ ઓછું પ્રેશર આપી શકે એવા આકારના લેન્સ તૈયાર કરવામાં આવે છે. એ પછીના પહેલા દસ-પંદર દિવસ દરમ્યાન પણ નંબરના સૉફ્ટ લેન્સ પહેરી રાખવા પડે છે, કેમ કે આ સમય દરમ્યાન કૉર્નિયાની જાડાઈમાં ફ્લક્ચ્યુએશન વધુ આવતું હોય છે. એક વાર ઉતારચડાવ બંધ થઈ જાય એ પછી રોજ રાતે લેન્સ પહેરવાના અને દિવસે કાઢી નાખવાના. નિયમિત અને લાંબો સમય પહેરી રાખવાથી કેટલાક દર્દીઓને નાઇટ-લેન્સ પહેરવાની જરૂરિયાત એકાંતરે થઈ જાય છે.

ગેરફાયદા શું?

  • રાતે પહેરવાના લેન્સ આંખમાં નાખીને કામ કરી શકાતું નથી.
  • ચાળીસી પછી આવતા નજીકના નંબરમાં આ લેન્સ કામ નથી આપતા.
  • ડાયાબિટીઝના દર્દીઓ માટે કે આંખોનો અન્ય રોગ હોય તો આ લેન્સ પહેરી શકાતા નથી.
  • માઇનસ પાંચ કે એથી ઓછા નંબર ધરાવતા લોકો પર જ આ લેન્સ માફક આવે છે. વધુ
    નંબર ધરાવતા લોકો પર આ લેન્સ વાપરી શકાતા નથી.

એક્સપર્ટ કમેન્ટ

ભારતમાં આ પ્રકારના લેન્સ આવી ચૂક્યા છે. એના ઉપયોગ વિશે ડૉ. હિમાંશુ મહેતા કહે છે, આખી રાત લેન્સ પહેરવાને કારણે આંખને પૂરતો ઑક્સિજન મળતો ન હોવાથી ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધારે હોય છે. શરીરના કોઈ પણ અવયવને એની મૂળ સ્થિતિ કરતાં દબાવીને રાખવાની પ્રક્રિયા કદી નૅચરલ નથી હોતી. જેમ ટાઇટ રબરબૅન્ડ લાંબો સમય કાંડા પર બાંધી રાખવામાં આવે તો એ નુકસાનકારક છે એમ કૉર્નિયાને પણ ટાઇટ બાંધીને રાખવાનું ઠીક નથી. બીજું, જેને રાતે લેન્સ પહેરીને સૂવાનું યાદ રહી શકે છે તે દિવસે પણ લેન્સ પહેરીને ફરી જ શકે છે. એમાં કૉર્નિયાને કોઈ આર્ટિફિશ્યલ દબાણ પણ નથી આવતું. હા, આ લેન્સથી આંખની દૃષ્ટિ જતી રહે એવું જોખમ નથી, પણ મને આ વિકલ્પ પ્રૅક્ટિકલ નથી લાગતો. કદાચ એટલે જ ભારતમાં માંડ બેથી અઢી ટકા લોકો જ આ પ્રકારના લેન્સ વાપરે છે.

Wearing lenses at night, you do not need glasses, the way good or bad

Comments

comments


4,007 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 6