ઇન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેન્ટી-૨૦ની ચાલુ વર્ષની સિઝનનો ૮મી એપ્રિલે કોલકાતા અને મુંબઇ વચ્ચેના મુકાબલા સાથે પ્રારંભ થશે, જે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રોયલ્સની ચાર હોમ મેચીસ અમદાવાદને ફાળવવામાં આવી છે. જે એપ્રિલમાં તા. ૧૪, ૧૯, ૨૧ અને ૨૪ના રોજ રમાશે.
આઇપીએલ કાઉન્સીલે જાહેર કરેલા ૨૦૧૫નીસિઝનના કાર્યક્રમ અંતર્ગત પ્રથમ ક્વોલિફાયર ૧૯મીએ મેના રોજ રમાશે, જ્યારે એલિમિનેટર અને બીજી ક્વોલિફાયર અનુક્રમે ૨૦ અને ૨૨મી મેના રોજ રમાશે. ટુર્નામેન્ટનું સમાપન પણ કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમથી જ થશે અનેફાઇનલ ૨૪મી મેના રોજ યોજાશે.
ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે, કિંગ્સ ઇલેવન પંજાબની ત્રણ મેચીસને પૂણે ખાતે ફાળવવામાં આવી છે. હૈદરાબાદની કેટલીક મેચીસ વિશાખાપટ્ટનમને અને દિલ્હીની કેટલીક મેચીસ રાયપુરને મળી છે.
અમદાવાદને મળેલી IPL મેચીસ
તારીખ મેચ, એપ્રિલ
૧૪ રાજસ્થાન વિ.મુંબઇ
સાંજે ૪.૦૦થી
૧૯ રાજસ્થાન વિ.ચેન્નાઇ
સાંજે ૪.૦૦થી
૨૧ રાજસ્થાન વિ.પંજાબ
રાત્રે ૮.૦૦થી
૨૪ રાજસ્થાનવિ.બેંગ્લોર
રાત્રે ૮.૦૦થી