ડોક્ટર ને થપ્પડ માર્યો રાખી સાવંતની મિત્ર એ

રાખી સાવંતની મિત્રએ ડિરેક્ટરને માર્યો થપ્પડ ફિલ્મ મુંબઈ કેન ડાંસ સાલાનાં મ્યૂઝિક લોન્ચ સમયે એક યુવતીએ સ્ટેજ પર ચઢી ગઈ હતી. અને તેણે ફિલ્મનાં ડિરેક્ટરને ઝાપટ લગાવી દીધી હતી. રાખી સાવંત પણ ત્યાં હાજર હતી. 

આ આખી ઘટના ગુરૂવારે સાંજે બની હતી. રાખીની મિત્રએ ડિરેક્ટર સચિંદર શર્માને થપ્પડ લગાવી દીધી હતી. અને તેણે ડિરેક્ટર પર આરોપ લગાવ્યો હતો કે રોલ આપવાનાં બહાને તેણે તેની સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.

રાખી સાવંતની મિત્રએ ડિરેક્ટરને માર્યો થપ્પડમ્યૂઝિક લોન્ચિંગનો કાર્યક્રમ સામાન્ય રૂપે ચાલી રહ્યો હતો ત્યાં અચાનક જ રાખીની મિત્ર સ્ટેજ પર ચઢી ગઈ હતી અને તેણે ડિરેક્ટરને ઝાપટ મારી દીધો હતો. તે બાદ સચિંદર શર્મા અને યુવતી વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી. આયોજકો અને ફિલ્મથી જોડાયેલાં લોકો સ્ટેજ પર જ હતાં તેમણે યુવતીને રોકી હતી. તેઓ તેમને રોકે તે પહેલાં તો સ્ટેજ પર મારા મારી અને ધક્કા મુક્કીની ઘટના બની ગઈ હતી.

રાખી સાવંતની મિત્રએ ડિરેક્ટરને માર્યો થપ્પડઆ ઘટના બાદ રાખી તેની મિત્રને લઈ પોલિસ સ્ટેશન પહોંચી હતી ત્યાં તેમણે ડિરેક્ટર વિરુદ્ધ છેડતી અને કાસ્ટિંગ કાઉચની ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે એફઆઈઆર પણ દાખલ થઈ ગઈ છે. આ ઘટના બાદ ડિરેક્ટર સચિંદર શર્માની પત્ની મધુ શર્માએ પણ રાખી સાંવતની મિત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,527 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 11