આ છે 10 મિનીટમાં બનતી વાનગીઓ, નોંધી લો

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

મહિલાઓને રસોડાની રાણી કહેવામાં આવે છે. કારણ કે તે દિવસના કલાકો રસોડામાં વિતાવે છે. અવનવી વાનગીઓ બનાવે છે અને ઘરના સભ્યો તેમજ મહેમાનોને પીરસીને તેમને ખુશ કરે છે. મહિલા વિનાના કિચનની કલ્પના એટલે ગળપણ વિનાની મીઠાઈ. મહિલાઓ પણ અવનવી વાનગીઓ બનાવીને ભોજન પીરસવામાં ખુશી અનુભવે છે. પરંતુ ક્યારેક તે પણ થાકેલી હોય છે. તેને પણ આરામ કે બહાર ફરવાની ઈચ્છા થાય છે. પરંતુ પરિવાર પ્રત્યેનો પ્રેમ અને કિચનની ફરજ સમજીને તે રસોઈ બનાવવા ફરી કિચનમાં પુરાઈ જાય છે. આજે અમે આવી મહિલાઓ માટે કેટલીક ખાસ રેસિપી લઈને આવ્યા છીએ જે 10 મિનીટમાં તૈયાર થઈ જશે અને મહિલાને કિચનમાંથી મુક્તિનો અહેસાસ અપાવશે..

બ્રેડ પનીર રોલ

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

1 કપ પનીર
1 ડુંગળી સમારેલી
½ ચમચી લાલ મરચું
¼ ચમચી જીરૂનો પાઉડર
½ ચમચી ગરમ મસાલો
½ ચમચી આદુની પેસ્ટ
2 ચમચા ઝીણી સમારેલી કોથમીર
2 ચમચી ટોમેટો સોસ
4 બ્રેડ સ્લાઈસ
4 ચમચી બટર
મીઠું સ્વાદઅનુસાર

રીત

એકવાસણમાં પનીરનો ભુકો, લાલ મરચુ, ગરમ મસાલો, મીઠુ, સમારેલી કોથમીર, સમારેલી ડુંગળી અને જીરૂ પાઉડર ઉમેરો. તેને હળવા હાથે મિક્સ કરી લો. હવે તેમાં ટોમેટો કેચઅપ અપ અને આદુની પેસ્ટ ઉમેરો અને ફરી હળવા હાથે સારી રીતે મિક્સ કરી લો.
બ્રેડને લઈને તેને વેલણથી વણીને પાતળી બનાવી લો. તેના પર પનીરવાળુ મિશ્રણ મુકીને રોલ બનાવી દો. આ રોલને કોટનના કપડામાં વિંટાળીને થોડીવાર માટે મુકી દો. હવે બ્રેડ રોલ પર બટર લગાવી દો અને તેને શેકી લો. તૈયાર છે બ્રેડ પનીર રોલ.

ચીઝ ગાર્લિક બ્રેડ

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

6-8 બ્રેડ સ્લાઈસ
4 ચમચા બટર
મીઠુ સ્વાદઅનુસાર (જો અનસોલ્ટેડ બટર લીધુ હોય તો)
2 ½ કપ છીણેલુ ચીઝ
3 ચમચી ચીલી ફ્લેક્સ
6-8 કળી લસણ

રીત

ઓવનને 300 ફેરનહાઈટ કે 180 સે. પર પ્રિ હિટ કરી લો.
બટરમાં છુંદેલુ લસણ મિક્સ કરી લો. અનસોલ્ટેડ બટર હોય તો સ્વાદમુજબ મીઠુ ઉમેરી દો. બ્રેડ પર આ મિશ્રણ પાથરી દો. હવે તેના પર છીણેલુ ચીઝ પાથરો અને તેને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરો. આ બ્રેડને ઓવનની ગ્રીલ પર સીધી જ મુકી દો. બેકિંગ ટ્રેમાં મુકવાની જરૂર નથી. 5-6 મિનીટમાં તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ.

ગ્રીલ્ડ ગ્લુકામોલ ચીઝ સેન્ડવીચ

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

1 એવેકડો
2 ડુંગળી
2-3 લીલા મરચા
1 ચમચી લીંબુનો રસ
મીઠું સ્વાદ મુજબ
8 સ્લાઈસ બ્રેડ
2 ચમચી બટર
4 સ્લાઈસ ચીઝ

રીત

એવેકાડો, ડુંગળી, લીલા મરચા, લીંબુનો રસ અને મીઠુ મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લો. બ્રેડ પર બટર લગાવી દો. તેને પર એવકાડાવાળુ મિશ્રણ પાથરો. તેના પર ચીઝ સ્લાઈસ મુકો. ફરી એક બ્રેડ તેના પર મુકી સેન્ડવીચમેકરમાં ગ્રીલ્ડ કરી લો. તૈયાર છે સેન્ડવીચ.

આલુ ટિક્કી

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

2 બાફેલા બટેટા
2 ચમચા ઝીણી સમારેલી કોથમીર
1 ચમચી જીરૂ
2 ઝીણા સમારેલા મરચા
ચપટી હિંગ
½ ચમચી લાલ મરચુ
1-2 ચમચા બેસન
મીઠુ સ્વાદ અનુસાર
તેલ શેલો ફ્રાય માટે

રીત

બાફેલા બટેટામાં બધી વસ્તુઓ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી ટિક્કી બનાવી લો અને તેને શેલો ફ્રાય કરી લો. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકાય જાય એટલે પ્લેટમાં સર્વ કરી દો. ઈચ્છો તો તમે આલુ ટિક્કીમાં આદુ અને ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી શકો છો.

મેથી પકોડા

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

1 કપ મેથીના પાન
¾ કપ બેસન
ચપટી હિંગ
1 ચમચી લાલ મરચું
1 ડુંગળી ઝીણી સમારેલી
½ ચમચી જીરૂ પાઉડર
¼ ચમચી અજમો
મીઠુ સ્વાદ અનુસાર
1 ચમચો ચોખાનો લોટ કે રવો
તળવા માટે તેલ

રીત

બેસન, રવો કે ચોખાનો લોટ, ડુંગળી, મીઠુ, મરચુ હિંગ, અજમો અને જીરૂ મિક્સ કરી લો. તેમાં પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરી લો. હવે તેમાં સમારેલા મેથીના પાન ઉમેરીને મિક્સ કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં આ ખીરામાંથી પકોડા બનાવીને તળી લો. પકોડા બનાવવા માટે એક મિડીયમ સાઈઝનો ચમચો લો. તેમાં ખીરૂ લઈને તેલમાં મુકતા જાવ. પકોડા તૈયાર થાય એટલે પ્લેટમાં કાઢી લો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


15,567 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 12