રસોડાની આ ટીપ્સ તમારા કિચનને બનાવી દેશે સ્માર્ટ કિચન

working-women-cooking-tips

બેસ્ટ ગૃહિણી એટલે કે તેને બાળકોથી લઈને પોતાના ઘરના દરેક વ્યક્તિનો ખ્યાલ રાખવાનો હોય છે. મોટાભાગે ભોજન બનાવવામાં બધી જ મહિલાઓ એક્સપર્ટ હોય છે પણ જયારે આપણે કોઈક મહિલાના હાથનું ભોજન કરીએ ત્યારે તેને સારા કોમ્પલીમેન્ટ આપીયે છે. જોકે, સારી રસોઈ બનાવીને લોકોને પીરસવી એ પણ એક કળા છે. આ કળા માટે તમારે જરૂરી કિચન ટીપ્સને જાણવી પડશે. આ ટીપ્સની મદદથી તમે ઓછા સમયમાં ફટાફટ રસોઈ બનાવી શકો છો.

* તમને ખબર હશે કે લીલા વટાણાનું શાક કરીએ કે પછી તેને પાણીમાં પલાળીએ એટલે તે સંકોચાય જાય છે, પરંતુ તમે ઈચ્છતા હોવ કે આવું ન થાય તો એના માટે પાણીમાં એક ચમચી ખાંડ નાખીને વટાણાને બાફી લેવા અને ગ્રેવી બનાવતા સમયે આ જ પાણીનો ઉપયોગ કરવો.

* કારેલાને ચીરી મીઠુ લગાડવાથી તેની કડવાશ ઓછી થઈ જશે.

* ૧ મહિનામાં ૧ વખત મિક્સરમાં મીઠું નાખીને હલાવવાથી મિક્સરની બ્લેડ ઝડપી ચાલશે.

* અનાજ ની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી.

* તાજા બ્રેડને ભીના ચાકુથી કાપવાથી બ્રેડ જલ્દીથી કપાઈ જશે.

* લસણને થોડુ ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે

* ફ્રીઝમાં જામેલા (કડક) લીંબુમાં જો રસ ન નીકળે તો તેને થોડા સમય માટે ગરમ પાણીમાં પલાળી રાખવા. આમ કરવાથી લીંબુમાં રસ વધારે નીકળશે.

* જુના બટાટા બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાટા સફેદ રહેશે.

* નુડલ્સને બોઈલ કર્યા બાદ તેના પર ઠંડુ પાણી રેડવાથી નુડલ્સ એકબીજા સાથે ચોટશે નહિ.

bigstock-Salting-6661512

* જો રસોડામાં કોઈ ચીકણો પદાર્થ પડે તો તેના પર બ્લીચ નાખી બ્રશથી સાફ કરી લેવું.

* સુકા આદુની છાલ ઉતારવી હોઈ તો થોડી વખત ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જશે.

* ખીર બનાવતી વખતે દૂધ પતલુ કે ઓછુ થઇ જાય તો તેમાં થોડા એવા પીસેલા ચોખા નાખી દેવા. આનાથી સ્વાદ પણ સરસ આવશે.

* આંબળાનો મુરબ્બો બનાવતી વખતે 500 ગ્રામ તૈયાર મુરબ્બામાં 2 ચમચી ગ્લિસરીન નાખવાથી મુરબ્બામાં ખાંડ નહિ જામે.

* મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે.

* કાબુલી ચણા બોઈલ કરતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જશે.

* કાપેલા સફરજનમાં લીબુના થોડા ટીપા નાખવાથી તેનો ઉપરનો ભાગ કાળો નહિ પડે.

* લોટના ડબ્બામાં તમાલપત્ર રાખવાથી ભેજ લાગશે નહીં અને લોટ લાંબો સમય સુધી તાજો રહેશે.

* રસોઈ કરતા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય તો તેની ઉપર બરફને ઘસવો, બટેટા પીસીને લગાવવા, ધી/નારિયેળ તેલ લગાવવું કે કેળાને મેશ કરીને લગાવવું.

* કોઈપણ રસાવાળુ શાક ઘટ્ટ બનાવવું હોય તો ઘીમાં શેકેલી ડબલરોટી નો ભુક્કો તેમાં મિક્સ કરી દો. તેનાથી શાક ઘટ્ટ તો થશે જ સાથે ટેસ્ટી પણ બનશે.

Comments

comments


13,936 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 1 =