રસોઈમાં ઉપયોગી એવી નાની નાની ટીપ્સ

cooking-tips--pakwangali_520_022216125703

*  પનીરને સોફ્ટ બનાવવા માટે તેને બે મિનીટ ગરમ પાણીમાં નાખો. આમ કરવાથી પનીર મુલાયમ બની જશે.

*  બટેટાની છાલ ઉતારવા માટે તેને બાફીને ઠંડા પાણીમાં નાખવા. આમ ઝડપથી છાલ ઉતરી જશે.

*  દૂધને ઉકાળતા સમયે તપેલીમાં ચમચો મુકવો. આમ કરવાથી દૂધ ઉભરાશે નહિ.

*  દ્રાક્ષને એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી રાખવાથી વધારે દિવસો સુધી ફ્રેશ રહેશે.

*  મેથીમાંથી કડવાશ દુર કરવા તેમાં મીઠું નાખી થોડા સમય માટે અલગ રાખી મુકો.

*  લીલા વટાણાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે પ્લાસ્ટિક બેગમાં નાખી ફ્રીઝરમાં મૂકી રાખો.

*  તપેલીમાં થોડું પાણી નાખીને તેમાં દૂધ નાખી ઉકાળવું. આનાથી તળિયે દૂધ નહિ ચોંટે.

*  જયારે પુલાવ કુકરમાં બળી જાય ત્યારે તેની ગંધને દુર કરવા માટે કુકરમાં ડુંગળીના ચાર ટુકડા કરીને નાખવા.

*  સમારેલ રીંગણ કાળા ન પડે તે માટે સોડાના કે મીઠાના પાણીમાં બોળી દેવા.

Comments

comments


18,305 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 40