રવિવારે બનાવો હોટ મેક્રોની

સામગ્રી

macaroni-hot-pot-recipe-after-school-snacks

* ૨ ટેબલ સ્પૂન બટર,

* ૧/૩ કપ ઓનિયન રિંગ્સ,

* ૩/૪ કપ ગ્રીન કેપ્સીકમ રિંગ્સ,

* ૩/૪ કપ રેડ કેપ્સીકમ રિંગ્સ,

* ૧/૨ ટેબલ સ્પૂન સમારેલ લસણ,

* ૩/૪ કપ સમારેલ ટામેટાં,

* ૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું,

* ૧/૨ ટેબલ સ્પૂન ખાંડ,

* ૧ કપ બાફેલ બીન્સ (બીજ),

* ૧૧/૨ કપ બાફેલ મેક્રોની,

* ૧ ટેબલ સ્પૂન ઓરેગાનો,

* ૨ ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧/૪ કપ ખમણેલું ચીઝ.

રીત

નોનસ્ટીકમાં બટર, ઓનિયન રિંગ્સ, ગ્રીન કેપ્સીકમ રિંગ્સ અને રેડ કેપ્સીકમ રિંગ્સ નાખીને સાંતડવું. હવે આમાંથી અડધી ઓનિયન રિંગ્સ, ગ્રીન કેપ્સીકમ રિંગ્સ અને રેડ કેપ્સીકમ રિંગ્સ ને એક પ્લેટમાં ઉપરથી નાખવા માટે કાઢી લેવી. હવે આમાં સમારેલ લસણ નાખીને હલાવ્યા બાદ સમારેલ ટામેટાં નાખી મિક્સ કરવું.

પછી તેની ઉપર લાલ મરચું, ખાંડ, બાફેલ બીન્સ (બીજ), બાફેલ મેક્રોની, ઓરેગાનો, ટોમેટો કેચઅપ નાખીને મિક્સ કરી, અને તેમાં સ્વાદાનુસાર મીઠું નાખીને હલાવવું. ત્યારબાદ આ મિશ્રણને એક પ્લેટમાં કાઢવું અને તેની ઉપર બચાવેલ ઓનિયન રિંગ્સ, ગ્રીન કેપ્સીકમ રિંગ્સ, રેડ કેપ્સીકમ રિંગ્સ અને ખમણેલું ચીઝ નાખવું. પછી આને ૧૦ થી ૧૫ મિનીટ માટે ઓવનમાં મુકવું. ત્યારબાદ તૈયાર છે હોટ મેક્રોની.

Comments

comments


6,021 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 42