ઇસ્લામિક ધર્મ વિષે લોકો ખોટી ધારણાઓ કરી રહ્યા હોય છે. ઇસ્લામ એક એવો ધર્મ છે જેને લોકોએ બરાબર સમજ્યો નથી અને તેમની મૂળ વાતો જાણતા નથી. ખરેખર, ઇસ્લામ નો અર્થ શાંતિ અને માનવતા ને પ્રેમ કરવાનો છે. ચાલો જાણીએ ઇસ્લામિક ધર્મ વિષે રસપ્રદ વાતો…
* અરબ દેશોમાં રહેતા બધા લોકો મુસ્લિમ નથી. આમાંથી ક્રિશ્ચન, બૌદ્ધ, યહૂદી, ઈથેસ્ટ પણ છે. તેમ છતા ઇન્ડોનેશિયા માં મુસ્લિમ વસ્તી વધારે છે.
* કુરાન માં લખાયેલ છે કે જે વ્યક્તિ ઈશ્વરમાં વિશ્વાસ રાખે છે, ઈશ્વર તેને બધી મુશ્કેલીઓ માંથી બહાર કાઢીને બધી સુવિધાઓ ઉપલબ્ધ કરે છે.
* આલ્કોહોલ અને સિગારેટ એક ધીમું ઝેર છે, જે માણસનો જીવ લઇ શકે છે. ઇસ્લામ આની આજ્ઞા નથી આપતું. ઇસ્લામ માં આત્મહત્યા પર પ્રતિબંધ છે.
* ઇસ્લામ માં ઈસા મસીહ ને મહાન પયગંબરો માંથી એક માનવામાં આવે છે. જોકે તેને ભગવાનના સંતાન નથી માનવામાં આવતા જેવી રીતે ખ્રિસ્તીઓની માન્યતા છે.
* ઇસ્લામ ધર્મના પ્રણેતા હઝરત મુહમ્મદ સાહેબ હતા. તેમનો જન્મ વર્ષ 570 માં થયો હતો એવું માનવામાં આવે છે. ભારતીય ઇતિહાસના નજરે જોવામાં આવે તો જયારે ભારતમાં હર્ષવર્ધન અને પુલકેશિયન નું શાસન હતું ત્યારે હઝરત મુહમ્મદ અરબ દેશોમાં ઇસ્લામ ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા.
* મુસલમાન એક જ ઈશ્વરને માને છે, જેને તેઓ અલ્લાહ (ખુદા) કહે છે. ઇસ્લામિકનો ઉદય સાતમી સદીમાં અરેબિયન પ્રાયદ્વિપમાં થયો હતો.
* ઇસ્લામ નો પવિત્ર ગ્રંથ કુરાનમાં મહિલાઓ અને પુરુષોને ઢંગના કપડા પહેરવાની વાત કરી છે. પરંતુ કોઈ જગ્યાએ એ વાતનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે મોઢું ઢાંકવું જરૂરી છે. એ ખોટી ઘારણા છે કે મુસ્લિમ મહિલાઓ એ બુરખો પહેરવો જરૂરી છે. ખરેખર, કટ્ટરપંથીયો એ ઢંગના કપડાની વ્યાખ્યા બુરખા સાથે કરી દીધી અને એવું માની લીધું કે કોઇપણ મહિલા ઘરની બહાર જાય તો માથું ઢાંકવું જરૂરી છે.
* મુસ્લિમ મહિલાઓ એકલા મુસાફરી ન કરી શકે. આ ફક્ત તેમની સુરક્ષા માટે જ છે. તેમને તેમના પિતા, ભાઇ કે પતિની સાથે ટ્રાવેલિંગ કરવું જોઈએ. છતાં પણ અમુક મહિલાઓ આનું પાલન નથી કરતી અને એકલી જ યાત્રા કરે છે. જેથી ઘણા મુસ્લિમ દેશોમાં મહિલાઓ એકલા ટ્રાવેલિંગ ન કરે તે માટે કાનૂન બનાવવામાં આવ્યા હતા.
* મુસ્લીમ મહિલાઓ પણ મોર્ડન કપડા પહેરી શકે છે. બસ, તેમના શરીરનો કોઇપણ અંગ દેખાવવો ન જોઈએ.
* ઇસ્લામ વિશ્વનો બીજો સૌથી મોટો અને ઝડપથી વધતો ધર્મ છે. માનવામાં આવે છે કે 2050 સુધી આ ઈસાઈ (ખ્રિસ્તી) ધર્મની બરાબર થઇ જશે.
* મેરી અથવા મરિયમનું નામ જેટલું બાઇબલમાં લેવામાં આવે છે, તેનાથી વધારે કુરાન માં લેવામાં આવ્યું છે.
* ઇસ્લામમાં હિંસા પર કડક પ્રતિબંધ છે. ઇસ્લામ માનવતા પર આધારિત છે અને મોહમ્મદ સાહેબે તો એ લોકોને પણ પ્રેમ કર્યો છે, જેમણે તેમની પર કચરો ફેક્યો હતો. જે વ્યક્તિ પોતાની જાતને મુસ્લિમ કહે છે અને હિંસા ફેલાવે છે તેમને ઇસ્લામ સ્વીકાર નથી કરતો.
* ઇસ્લામના છેલ્લા ધર્મગુરુ મોહમ્મદ સાહેબ રહ્યા. તેમના પ્રતિ લોકોના મનમાં આદર હતો પણ તેમની પૂજા નહોતા કરતા. કારણકે અલ્લાહ સિવાય જો કોઈ બીજાની પૂજા કરવામાં આવે તો તે પાપ ગણાય. મક્કા અને મોહમ્મદ બંનેને ઇસ્લામમાં ખુબજ માનવામાં આવે છે પણ તેમની પૂજા નથી કરવામાં આવતી.