રમઝાન ના પવિત્ર મહિનામાં રોજા વિષે જાણવા જેવું

ramzan-mubarak-the-holy-month-of-fasting-for-muslims

રોજા ચાલુ થઇ ગયા છે. માનવામાં આવે છે કે રમઝાન ના આ મહિનામાં પવિત્ર કુરાન જાહેર થઇ હતી તેથી મુસ્લીમ માટે આ ખાસ મહિનો છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ નવમો મહિનો રમઝાન નો હોય છે. રમઝાન નો મહિનો ઇસ્લામમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે.

આ મહિનો ગરીબો અને જરૂરતમંદ લોકો માટે સંવેદના નો છે. આ મહિનામાં રોજો ખોલાવનાર ના બધા ગુનાહ માફ થાય છે. આ પવિત્ર મહિનામાં અલ્લાહ પોતાના ભક્તો પર દયા, કરુણાનો ખજાનો લુટાવે છે અને ભૂખ્યા રહીને ખુદાની ઈબાદત કરનારના બધા ગુનાહ માફ કરે છે.

રમઝાન ને અરબી ભાષામાં ‘સોમ’ કહેવાય છે. કહેવાય છે કે આ દરમિયાન વ્યક્તિ પોતાના શરીરને વશમાં કરે છે. સાથે જ નમાઝ પઢતા વારંવાર અલ્લાહને યાદ કરવામાં આવે છે. જેના દ્વારા ઇન્સાનની આત્મા (રૂહ) સાફ થાય છે.

ઇસ્લામ ધર્મ માં સારા માણસ બનવા માટે પહેલા મુસલમાન બનવું જરૂરી છે અને મુસલમાન બન્યા પછી પાંચ કર્તવ્યોને પાલન કરવું પણ જરૂરી છે. પહેલું વિશ્વાસ (ઈમાન), બીજું નમાઝ, ત્રીજું રોજો, ચોથો હજ અને પાંચમો જકાત. ઇસ્લામના આ પાંચ કર્તવ્યો વ્યક્તિને પ્રેમ, સહાનુભૂતિ, સહાયતા અને એકતા (હમદર્દી) ની પ્રેરણા આપે છે.

DSC_9084

રોજા દરમિયાન ખોટું બોલવું, એકબીજાની નિંદા કરવી, સ્ત્રી પર ખરાબ નજર નાખવી અને અન્ય નાનામાં નાની નિંદાથી દુર રહેવું અનિવાર્ય છે. રોજાનો અર્થ ફક્ત ભૂખ્યાં રહેવાનો જ નથી પણ નમાઝ પઢવી, કુરાન પઢવી, જરૂરતમંદ લોકોની મદદ કરવી, ઇફતાર (રોજો ખોલાવવો) અને દાન કરવું વગેરે છે. રોજાના દિવસે વ્યક્તિને ભુક્યા અને પાણી પિયા વગર રહેવું પડે છે.

રોજાના દિવસો દરમિયાન લોકો ખરાબ આદતોથી મુક્ત થાય છે. ઇસ્લામના આ આખા મહિના દરમિયાન લોકો અલ્લાહને દિલથી યાદ કરે છે, તેમની માટે નમાઝ પઢે છે અને રોજો રાખીને ખાવાની આદતોને સુધારે છે.

રોજામાં રાત દરમિયાન ભોજન ગ્રહણ કરવાનું હોય છે, જે દર્શાવે છે કે વ્યક્તિ પોતાના જીવન માટે આવશ્યક ભોજન જ ગ્રહણ કરી શકે છે. રોજામાં ચાંદનું ચમકવું, અલ્લાહનું અસ્તિત્વ અને જ્ઞાન દર્શાવે છે. રમઝાન દરમિયાન ચાંદનું સૌથી વધારે મહત્વ હોય છે. આ દરમિયાન ફક્ત ખુદા માટે જ નહિ પણ મનુષ્ય પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે આ સારું કામ કરે છે. રમઝાનનું મહત્વ દર્શાવતા કહેવાય છે કે આ મહીને રોજો રાખીને વ્યક્તિ ભૂખ્યાની ભૂખ અને તરસ્યાની તરસનું મહત્વ સમજી શકે છે.

namaz_2

Comments

comments


9,089 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 2 =