ફોર્બ્સના લિસ્ટમાં ધનિકોના નામની ચડતી-પડતીના સમાચાર તો તમે સાંભળ્યા જ હશે, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર રિચ બેબીઝની તસવીરો પણ વાઇરલ થઇ રહી છે. ભરપૂર કેશ, જ્વેલરી, કાર્સ, ચોપર્સ જેવી કિંમતી અને મોંઘી વસ્તુઓ સાથે તેમના નાના બાળકોની તસવીરો રિચ પેરન્ટ્સ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહ્યા છે. જે પૈકી મોટાભાગના બાળકો બ્રેવલી હિલ્સના છે. તસવીરોમાં નાના બાળકો બીએમડબલ્યૂ અને રેન્જ રોવર કાર્સ સાથે દેખાઇ રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર રિચ કિડ્ઝની તસવીરો પોસ્ટ કરવાનું ચલણ 2012થી વધ્યું છે. બિગ સિસ્ટર્સ હેશટેગ સાથે પોસ્ટ થયેલી તસવીરો જ્યારે વિશ્વ સામે આવી ત્યારે ખૂબ વાઇરલ થઇ હતી.
સેલિબ્રિટીઝ અને ઇન્સ્ટાગ્રામ
ઇન્સ્ટાગ્રામ પર વિશ્વની કેટલીય જાણીતી હસ્તીઓ પોતાના જીવન સાથે સંકળાયેલી તસવીરો પોસ્ટ કરતી હોય છે. જેમાં બ્રિટની સ્પીયર્સ, જસ્ટિન બીબર, સેલેના ગોમેઝ, એમા વોટ્સન, કિમ કાર્ડિશિયન, જેનિફર લોપેઝ, ટોમ ક્રૂઝ-એન્જેલિના જોલી જેવી હોલીવૂડ સેલિબ્રિટીઝ છે. ભારતમાં પણ ઇન્સ્ટાગ્રામનો ભારે ક્રેઝ છે, જેમાં નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર, સચિન તેન્દુલકર સહિતની હસ્તીઓ એક્ટિવ છે.
રિચ કિડ્ઝને મોંઘી ગિફ્ટ્સ મળતી હોય છે.
બાળપણમાં રેન્જ રોવરની સવારી
બાળપણમાં કેશનો શોખ.
બે બાળકો માટે બે મોંઘી કાર.
બીચ પર મોંઘી જ્વેલરી સાથે રિચ કિડ્ઝ.
મર્સિડિઝની સવારી.
ગિફ્ટમાં મોંઘી જ્વેલરી સાથે રિચ બેબી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર