રડવા ના આ ફાયદાઓ જાણી તમે નહિ રડવા લાગતા!!

artical

ફક્ત હસવાથી જ સ્વાસ્થ્ય ને ફાયદાઓ નથી થતા, પરંતુ રડવા થી પણ તમને ઘણા ફાયદાઓ થશે. દુર્ભાગ્ય થી આપણી બધી ભાવનાઓ એક સમાન નથી હોતી, તેથી આપણને ક્યારેક રડવું આવે છે તો ક્યારેક શાંતિ મળે છે.

એવું જરૂરી નથી કે જયારે આપણે સેડ હોઈએ ત્યારે જ આંખ માંથી આંસુ નીકળે. પણ જયારે આપણે ખુશ, ગુસ્સામાં કે આંખમાં કઈ કચરું જાય ત્યારે પણ આંસુ ટપકવા લાગે છે. કહેવાય છે કે ‘રડવાથી મન હળવું થઇ જાય છે’. જે સાચી માન્યતા છે.

*  રોવાથી પોતાની ચિંતા, દુ:ખ અને નિરાશા થી તમે આઝાદ થઇ શકો છો. રોવાથી તમારા આત્માની સફાઈ અને મન શુદ્ધ બની જાય છે. તમારા માં નકારાત્મક ઉર્જા ખતમ થાય છે. જો તમે ખુબ દુઃખી હોવ અને તમે અંદર-અંદર જ રડતા હોવ તો નકારાત્મક ઉર્જા તમારા અંદર જ રહેશે. આ તમને માનસિક અને શારીરિક રૂપે પ્રભાવિત કરશે.

*  વૈજ્ઞાનિકો એ સિદ્ધ કર્યું છે કે રોવાથી આંખની ખૂબસૂરતી વધે છે. આંસુમાં મળી આવતા ક્ષારીય તત્વોની મદદથી આંખો સુંદર બને છે. આંખ ચોખ્ખી થાય છે. સ્ત્રીઓ માં પુરુષોની તુલનામાં વધારે આંસુ ઉત્પન્ન થાય છે તેથી તેમની આંખ વધારે સુંદર હોય છે.

*  રોવાથી આપણી આંખોની દ્રષ્ટિ સુધરે છે, બેક્ટેરિયાનો અટેક ટળે છે. ઘણીવાર આપણને આંખમાં ધૂંધળું દેખાતું હોય છે. જયારે આપણે રડીએ છીએ ત્યારે આપણને એકદમ સાફ દેખાવા લાગે છે.

*  પરસેવો અને પેશાબ ની જેમ જ આંસુથી પણ શરીરમાં રહેલ ઝેરીલા ટોક્સીન્સ બહાર નીકળી જાય છે. આ દરમિયાન હાનિકારક તત્વોનો નાશ થાય છે.

*  એક્સપર્ટ અનુસાર રોવાથી સારું કોઈ એન્ટીડીપ્રેસેન્ટ ન હોઈ શકે. ‘યુનિવર્સીટી ઓફ સાઉથ ફ્લોરીડા’ માં થયેલ રીચર્સ અનુસાર ૯૦ ટકા લોકો નો મૂડ રોવાથી સારો થઇ જાય છે અને સકારાત્મક પ્રભાવ બની રહે છે.

*  રોવાથી દિલની ઘડકન ધીમી થઇ જાય છે. તમે બાયોલોજીકલ અને ઈમોશનલ એમ બંને પ્રકારે શાંત રહી શકો છો.

*  જયારે તમે ટેન્શન માં હોવ ત્યારે રડો તો તમારો તણાવ દુર થશે અને તમે હળવાશ મહેસુસ કરશો.

*  જો તમે વિજ્ઞાનથી બહારની વાત કરો તો જયારે આપણી પાસે એવી પરીસ્થિતિઓ આવે કે આપણી પાસે બોલવા માટે કઈ નથી હોતું. આ સમયે કોઈને ગળે મળીને રડવાથી તમારી ભાવનાઓ સામેના વ્યક્તિ સુધી પહોચી જાય છે.

Comments

comments


10,753 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 3 =