કદાચ તમે પહેલા ક્યારેય એ વાત પર ધ્યાન નહીં આપ્યું હોય કે તમારા લોહીના થોડાં ટીપાં પણ કોઇને જીવન બક્ષી શકે છે. દર બીજી સેકન્ડે દુનિયાભરમાં કોઇ ને કોઇ જિંદગી મોત સામે ઝઝૂમતી રહે છે, આવામાં તમારું લોહી કોઇને જીવનદાન આપી શકે છે.
રક્તદાનને એમ જ કંઈ મહાદાન કહેવામાં આવતું નથી. આ કોઈના જીવનને બચાવે છે. પરંતુ આ સિવાય પણ એક બીજી અગત્યની વાત એ છે કે સ્વાસ્થ્ય માટે રક્તદાન કેટલું ફાયદાકરક છે તમે જાણો છો? તો બતાવી દઈએ કે રક્તદાન અનેક રીતે લાભકારક હોય છે જે આજે અમે તમને બતાવીશું, એટલે જ રક્તદાન નિયમિત રીતે કરવું જોઈએ. રક્તદાન હૃદયને મજબૂત બનાવી કેન્સર જેવા જીવલેણ રોગોથી બચાવે છે. તો કેમ રક્તદાન ન કરવું અને પોતાના સ્વાસ્થ્યની સાથે અન્યોના જીવનને પણ બચાવો.
રક્તદાન કોઈપણ કરી શકે છે. આ એક સુરક્ષિત પ્રક્રિયા છે જે એકદમ સરળ છે. રક્તદાન કરવાથી શરીરમાં રક્તની કમી આવે છે આ માન્યતા તદ્દન ખોટી છે.
હૃદય માટે છે ફાયદાકારક
રક્તદાન દિલ માટે બહુ જ લાભકારક માનવામાં આવે છે. નિયમિત અંતરાલે રક્તદાન કરવાથી શરીરમાં આયરનની માત્રા સંતુલિત રહે છે અને રક્તદાતા હૃદયરોગના ખતરાથી દૂર રહે છે. નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં લોહી પાતળું થાય છે જેના કારણે દિલ એકદમ સ્વસ્થ રહે છે.
નવી રક્ત કોશિકાઓ બને છે
શરીરને સ્વસ્થ રાખવા માટે નવી રક્ત કોશિકાઓ બહુ મહત્વનો ભાગ ભજવે છે. નિયમિત રીતે રક્તદાન કરવાથી શરીરમાં જે નવું લોહી બને છે તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે, જેના કારણે શરીરમાં નવી રક્ત કોશિકાઓ બને છે.
કેલરી બળે છે
એક યુનિટ રક્તદાન કરવાથી આપણા શરીરથી 650 કેલરી બળે છે. આ આપણા આદર્શ વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તો જાણી લો કે જો તમે નિયમિત રીતે રક્તદાન કરો છો તો તમારી કેલરી બળે છે જે તમારા વજનને કંટ્રોલમાં રાખે છે.
કેન્સરના ખતરાને ઘટાડે છે
જો તમારે કેન્સર જેવા ઘાતકી રોગથી બચવું હોય તો રક્તદાન કરો. નિયમિત રક્તદાન કરવાથી કેન્સર અને અન્ય બીમારીઓ થવાનો ખતરો ઘટી જાય છે. કારણ કે રક્તદાન એ શરીરમાં રહેલાં વિષેલા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢે છે.
મફત ચિકિત્સા તપાસ
શરીરની નિયમિત તપાસ કરાવવાથી બીમારીઓનું નિદાન થઈ જાય છે અને આ સુવિધા તમને રક્તદાન દરમિયાન મફતમાં મળે છે તો આનો ફાયદો કેમ ન ઉઠાવવો. રક્તદાતાનું વજન, બ્લડપ્રેશર, હીમોગ્લોબીન અને બ્લડગ્રુપની તપાસ કરવામાં આવે છે અને રક્તદાન બાદ એચઆઈવી અને મલેરિયા, એચબીએસએજી, એચસીવી, વીડીઆરએલ અને એન્ટીબોડીની સ્ક્રીનિંગ જેવી તપાસ થાય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર