રંગોનો શાનદાર ઉત્સવ એટલે હોળી…..

hjappy-holi-images

આપણા ભારત દેશમાં દરેક પ્રસંગ માટે એક અલગ તહેવાર છે. ભારતને તહેવારોનો દેશ માનવામાં આવે છે. આને દેશમાં અલગ રીતે મનાવવામાં આવે છે એટલેકે બધા તહેવારોથી અલગ. આમાં કલરનું વધારે મહત્વ હોય છે.

ઉત્સાહ, ઉમંગ અને ઉલાસ સાથે લોકો આ તહેવારની ઉજવણી કરે છે. આ દિવસે તમને દરેક શેરીઓ રંગોથી કલરફૂલ જોવા મળશે. હોળીના તહેવારમાં સબંધીઓ, પાડોશી અને મિત્રો હર્ષ-ઉલ્લાસથી ભેગા મળીને એકબીજા પર ગુલાલ, પાણી અને રંગ લગાવીને પારંપરિક રીતે સેલીબ્રેટ કરે છે.

71c80edf-295f-4f18-adba-8d2d9fcc8751

આ તહેવાર દરવર્ષે ફાગણ મહિનાની પુનમના દિવસે આવે છે. આ મોજ, મસ્તી અને મનોરંજન નો તહેવાર છે. લગભગ દરેક હિંદુ ઘર્મના લોકો આની ઉજવણી કરે છે. માનવ સમુદાય સમસ્ત દુઃખો અને સંતાપો ભૂલીને આ તહેવાર મનાવી શકે છે.

હોળીનો પાવન તહેવાર એ સંદેશ લાવે છે કે મનુષ્ય પોતાની ઈર્ષા, દ્રેષ અને પરસ્પર ગુસ્સો આદિ ભાવને ભુલાવી સમાનતા અને પ્રેમનો દૃષ્ટિકોણ અપનાવે. તહેવાર ના આગમન પહેલા જ દુકાનોમાં બાળકો માટે પાણી ભરવાના ફુગ્ગાઓ અને પિચકારીઓ આવી જાય છે. જેથી બાળકો આ તહેવાર ની શરૂઆત પહેલાથી જ કરી દે છે.

આ દિવસે લોકો મીઠાઈ ખાઈ છે અને સાથે જ નશાયુકત પદાર્થો નું પણ સેવન કરે છે. જોકે, તમારે આવા પદાર્થોના સેવનથી બચવું. વ્રજની હોળી, મથુરાની હોળી, વૃંદાવનની હોળી અને કાશીની હોળી આખા ભારતમાં પ્રખ્યાત છે.

Holi

પ્રાકૃતિક રંગો એટલેકે અબીલ, ગુલાલ વગેરે જેવા રંગોથી હોળી રમવી. માર્કેટમાં મળતા રંગો ખરીદતા થોડી સાવધાની રાખવી. કારણકે તે રંગો માંથી મળી આવતા કેમિકલ્સ તમારી ત્વચા અને આંખો માટે નુકશાનકારક છે.

આની પછીના દિવસે ધુળેટી નો તહેવાર આવે છે, જેમાં હોલિકા દહન કરવામાં આવે છે. પ્રાચીનકાળમાં લોકો આજકાલ ની જેમ કેમિકલ્સ યુક્ત રંગોથી નહિ પણ પ્રાકૃતિક ફૂલોથી બનેલ રંગોથી હોળી રમતા. તો તમે પણ મનાવો પ્રાકૃતિક રંગોથી હોળી અને રહો સ્વસ્થ. અમારા તરફથી તમને બધાને ‘હેપ્પી હોળી’.

holi-festivals

Comments

comments


5,562 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


9 − 3 =