નિયમિત યોગ કરે છે PM

યોગ પ્રિય PM નિયમિત કરે છે યોગ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત છે. મોદી રાજકારણમાં પ્રવેશ્યા એ પહેલાના યોગ સાથે જોડાયેલા હોવાની વાતની અનેક વાર પુષ્ટી થઈ ચુકી છે. ગુજરાતના મુખ્યપ્રધાનના સમયમાં તેમણે ગુજરાતમાં યોગ યુનિવર્સિટીનાં ઉદ્દઘાટન સમારોહમાં પણ યોગ વિશેની લાંબી ચર્ચા અને મહત્વ પર રોશની કરી હતી.

નરેન્દ્ર મોદીના ભાષણમાં હંમેશા તેઓ યોગનાં મહત્વ અને ફાયદા પર ભાર મુકતા જોવા મળ્યા છે. નરેન્દ્ર મોદી વિશેના ઘણા અહેવાલોમાં તેઓ પોતાના રોજિંદા કામકાજમાંથી યોગ માટે સમય ફાળવતા હોવાનું જાણવા મળ્યું છે.

યુએસની પ્રવાસ દરમ્યાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપવાસ પર હોવાથી માત્ર પાણી પીને દિવસો નીકાળ્યા હતા. તે જોઈને યુએસમાં પણ સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા.

યોગ પ્રિય PM નિયમિત કરે છે યોગયોગના ફાયદાથી પરિચીત હોવાથી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનાં સંબોધનમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

નિયમિત યોગ કરનાર મોદીએ અમેરિકાની સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘ઈન્ટરનેશનલ યોગા ડે’ની ઉજવણી માટેનો પ્રસ્તાવ મુકતા મોદીએ કહ્યું હતું કે, ભારતનો સમૃધ્ધ આધ્યાત્મિક વારસો કે જેનો યોગ પણ એક ભાગ છે. તે ભારતને વિશ્વના અન્ય દેશો કરતાં અલગ જ રાખે છે.

યોગ પ્રિય PM નિયમિત કરે છે યોગસંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નરેન્દ્ર મોદી પોતાના પહેલીવારના સંબોધનમાં 21 જૂનને આંતરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવાના પ્રસ્તાવને 175 દેશોએ સમર્થન આપ્યું છે. આ ઠરાવ ભારત દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં 175 દેશો કો-સ્પોન્સર તરીકે જોડાયા છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,030 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 5