યોગા કરવાથી તમારું સ્વાસ્થ્ય જળવાય રહે છે, જાણો ફાયદાઓ

ramdev-shilpa-m (1)

યોગ શબ્દની ઉત્પતિ સંસ્કૃત શબ્દ ‘યુઝ’ થી થઇ છે. જેનો અર્થ જોડવું એટલે કે શરીર, મન અને આત્માને એક સૂત્ર સાથે જોડવું. આજે ફક્ત ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં યોગાનું મહત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે. આના શારીરિક અને માનસિક ફાયદાઓ પણ છે.

યોગા કરવાથી શરીરના અંગો જકડાઈ નથી રહેતા અને આ શરીરને બીમારીઓથી પણ દુર કરે છે. આને કોઇપણ ઉમરના સ્ત્રી અને પુરુષ કરી શકે છે. ઉપરાંત નીરોગી કે રોગી વ્યક્તિ પણ કરી શકે છે. આ શરીરને રોગ મુક્ત કરી સ્વસ્થ રાખે છે. આ શરીર અને મનને જોડવાનું કામ કરે છે.

* આ શરીરને લચીલું અને શક્તિશાળી બનાવે છે. મોટાભાગે લોકો ફીટ રહેવા માટે ડાયટ કરતા આનો જ વધારે સહારો લે છે.

* યોગનો અભ્યાસ કરવાથી રોગો સામે લડવાની શક્તિ વધે છે. તમે ઉમરલાયક થવા છતાં યંગ દેખાય શકો છો. આનાથી ત્વચામાં ચમક આવે છે અને શરીર સ્વસ્થ, તંદુરસ્ત અને મજબૂત બને છે.

* યોગનો સતત અભ્યાસ કરવાથી માંસપેશીઓને સારો વ્યાયામ મળે છે. જેનાથી સ્ટ્રેસ દુર થઈને તમને સારું ઊંઘ આવે છે, ભૂખ લાગે છે અને પાચનતંત્ર ઠીક રહે છે.

* મેમરી (યાદશક્તિ) અને બૌદ્ધિક ક્ષમતાને જીવનની પ્રગતિ માટે પ્રમુખ સાધન માનવામાં આવે છે. યોગા માનસિક ક્ષમતાઓનો વિકાસ કરે છે અને યાદશક્તિ પર ગુણાત્મક પ્રભાવ પાડે છે.

* યોગના નિયમિત અભ્યાસથી મોટાપો ઘટે છે અને દુબળો પતલો વ્યક્તિ પણ તંદુરસ્ત રહે છે.

shilpa.shetty-and-baba-ramdev-doing-yoga

* ડિપ્રેશન એક માનસિક બીમારી છે, જે નિરંતર ઉદાસીનું કારણ છે. ડિપ્રેશન અને સ્ટ્રેસને દુર કરવા માટે બલાસન, ભુજંગાસન, અનુલોમ-વિલોમ, શવાસન વગેરે યોગના આસન આના માટે પ્રભાવી છે.

* યોગાસનો દ્વારા પાચન અંગો પર સકારાત્મક પ્રભાવ પડે છે, જેથી પેટની ગડબડી દુર થાય છે. અને તે પહેલા કરતા બેટર રીતે કામ કરે છે.

* યોગથી સેક્સ સંબંધિત સમસ્યાઓથી પણ ઘણો આરામ મળે છે.

* યોગામાં સંપૂર્ણપણે શ્વાસ લેતા અને સંતુલન વાળા આસનો પર ઘ્યાન કેન્દ્રિત કરવાથી મગજ શાંત રહે છે. સાથે જ શારીર પણ સંતુલિત રહે છે.

* એવું કોઈ પણ આસન કરો જેમાં થોડા સમય માટે શ્વાસને રોકવાનો હોય છે. આવું કોઈ આસન કરવાથી હાર્ટ અને ધમનીઓ તંદુરસ્ત રહે છે.

* શારીરિક ફિટનેસની સાથે સાથે યોગાથી ચહેરા પર એક અલગ પ્રકારનું નૂર ખીલી ઉઠે છે. ખીલથી લઈને શુષ્ક ત્વચા અને વાળને સુંદર બનાવવા માટે પણ યોગા મહત્વનો ફાળો આપે છે.

Comments

comments


11,725 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 13