યુટ્યુબ શોર્ટકટ્સ : હવે માઉસના ઉપયોગ વગર જુઓ વિડીયો

10-best-tricks-and-add-ons-youtube

યુટ્યુબ ની આ શોર્ટકટ કી થી તમને યુટ્યુબ ચલાવવામાં સરળતા પડશે. ઉપરાંત માઉસ વગર તમને યુટ્યુબ ચલાવવામાં મજા આવશે.

Key J : આ કી થી તમે વિડીયો ને ૧૦ સેકંડ માટે પાછળ એટલેકે બેકવર્ડ કરી શકો છો.

Key L : આ કી ની મદદથી તમે વિડીયો ને ૧૦ સેકંડ માટે આગળ એટલેકે ફોરવર્ડ કરી શકો છો.

Key M : આ કી ને પ્રેસ કરતા વિડીયો મ્યુટ કરી શકાય છે.

End : જો તમે એન્ડ નું બટન પ્રેસ કરશો તો વિડીયો જંપ કરશે. મતલબ કે વિડીયો એન્ડ પર આવી જશે.

Key K : આ કી ને પ્રેસ કરવાથી તમે વિડીયો ને stop/પોઝ અથવા play કરી શકો છો. આ ઉપરાંત સ્પેસ નું બટન પ્રેસ કરવાથી પણ તમે વિડીયો સ્ટોપ અને પ્લે કરી શકો છો.

Key 1 to 8 :  ૧ થી ૮ ની વચ્ચે આવતી key પ્રેસ કરવાથી તમે વિડીયો આગળ વધારી શકો છો. જો તમે ૧ નું બટન દબાવશો તો વિડીયો ૧૦ % આગળ વધશે અને જો ૮ નું બટન પ્રેસ કરશો તો વિડીયો ૮૦ ટકા આગળ વધશે.

Key ૦ :  આ બટન ને પ્રેસ કરવાથી વિડીયોને start પર લઇ જઈ શકો છો. વિડીયો ચાલુ હોય કે બંધ હોય તો પણ આ બટન કામ કરે છે.

Key shift + N : વિડીયો જોતા સમયે પ્લેલીસ્ટ નો આગલો વિડીયો જોવા આ બટન પ્રેસ કરવું.

Key shift + P : વિડીયો જોતા સમયે પ્લેલીસ્ટ નો પાછલો વિડીયો જોવા આ બટન પ્રેસ કરવું.

Comments

comments


4,324 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 0