યુટ્યુબ ની આ Interesting ટ્રીક્સ, જેનો ઉપયોગ તમે આજ સુધી નહિ કર્યો હોય!

30_best_youtube_tips_and_tricks

યુટ્યુબ ઈન્ટરનેટની સૌથી સારી સાઈટ્સ માંથી એક છે. આ ગુગલની જ એક સાઈટ છે જે લોકોને ફ્રી માં પોતાની સેવા ઉપલબ્ધ કરે છે. યુટ્યુબમાં આપણે સોંગ, ફિલ્મો, વીડીયો અને વિવિધ પ્રકારના પ્રોગ્રામો જોઈ શકીએ છીએ. આજે અમે તમારી સમક્ષ યુટ્યુબ ની એવી Amazing ટ્રીક્સ લાવ્યા છીએ, જે છે તમારી માટે કામની. આ ઉપરાંત તમને આ ટ્રીક્સને વાપરવામાં આનંદ પણ ખુબ થશે. તો ચાલો જાણીએ…

કોઈ પણ સોફ્ટવેર વગર કરો વીડીયો ડાઉનલોડ

યુટ્યુબના માધ્યમે સરળતાથી વિડીયો ડાઉનલોડ કરી શકાય છે. આના માટે તમારે કોઈ સોફ્ટવેરનો ઉપયોગ કરવાની જરૂર નથી. તમારે માત્ર URL જ ચેંજ કરવાનો છે.

કોઇપણ વિડીયોને ડાઉનલોડ કરવા માટે તેના URL ની સામે PWN લખવું પડશે. આ માટે તમારે URL માંથી સૌપ્રથમ http:// કે https://  હટાવવું પડશે.

જેમકે….

www.youtube.com/watch?v=9yZDsep3IBA

હવે તમે બનાવેલ URL આવો બનશે :-

www.pwnyoutube.com/watch?v=9yZDsep3IBA

કેવી રીતે ખબર પડે બેકગ્રાઉન્ડ માં વાગતું મ્યુઝિક કયું છે?

ધણી વાર અમુક વિડીયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય છે, જે આપણને ખુબ પસંદ આવે છે. તો કેમ ખબર પડે કે આ સોંગ કયું છે? આના માટે ખુબ સરળ ઉપાય છે :- www.MooMa.sh પર  જાઓ અને વિડીયોનો URL પેસ્ટ કરી દ્યો. આ પેજ તમને સર્ચ કરીને બતાવી દેશે કે આ કયું મ્યુઝિક છે.

સ્માર્ટ ટીવી ની જેમ ચલાવો યુટ્યુબ

તમારા બ્રાઉઝરના એડ્રેસ બારમાં જઈને youtube.com.tv ટાઈપ કરી એન્ટર આપો.  એન્ટર આપતા ની સાથે તમારા  બ્રાઉઝરમાં youtube ખુલી જશે. આને ખુબ સરળતાથી કી-બોર્ડ થી ચલાવી શકાય છે. આમાં સર્ચ કરવા માટે ફક્ત ‘S’ નો પ્રયોગ કરો. ટીવી ગાઈડ ખોલવા માટે ‘G’ નો પ્રયોગ કરવો અને હોમપેજ પર આવવા માટે ‘Esc’ નો ઉપયોગ કરવો.

Youtube ને બનાવો મ્યુઝિક પ્લેયર

‘સ્ટ્રીમઅસ’ એક એવું મ્યુઝિક પ્લેયર છે જે, સ્લો ઈંટરનેટ કનેક્શન હોવા છતા પણ ઝડપથી Youtube વિડીયોને એક મ્યુઝિક પ્લેયર તરીકે પ્લે કરે છે. જોકે, સ્ટ્રીમઅસ એક ક્રોમ એક્સ્ટેન્શન છે, જેણે તમે ક્રોમ વેબ સ્ટોર પરથી ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો. આ ખુબ જ પાવરફુલ અને યુઝર ફ્રેન્ડલી એક્સ્ટેન્શન છે.

વીડીયોમાં GIF ઈમેજીસ કેવી રીતે બનાવવી?

યુટ્યુબ URL ની શરુઆતમાં GIF એડ કરીને એન્ટર બટન પ્રેસ કરવું. તમે YouTube to GIF વેબસાઈટ પર જાઓ. અહી તમે સિલેક્ટ કરી શકો છો કે કેટલી લેન્થ ની વિડીયોની GIF બનાવવાની છે.

* યુટ્યુબ સર્ચમાં “Beam me up Scotty” ટાઈપ કરીને એન્ટર પ્રેસ કરીને જુઓ, કેવું જાદુ દેખાય છે.

YouTube શૉર્ટકટ્સ

J – વિડિયો પ્લે થવાના સમયે કીબોર્ડ પર J પ્રેસ કરવાથી વિડિયો 10 સેકન્ડ રીવાઇન્ડ થઇ જાય છે.

K – વિડિયો પ્લે થવાના સમયે કીબોર્ડ પર K પ્રેસ કરવાથી વિડિયો પ્લે કે પોઝ કરી શકાય છે.

L – વિડિયો પ્લે થવાના સમયે કીબોર્ડ પર L પ્રેસ કરવાથી વિડિયો 10 સેકંડ ફોરવર્ડ થઇ જાય છે.

M – વિડિયો પ્લે થવાના સમયે કીબોર્ડ પર M પ્રેસ કરવાથી વિડિયો મ્યુટ થઇ જાય છે.

* યુટ્યુબના સર્ચ બોક્સમાં આ ટાઈપ કરો ”use the force luke” આનાથી તમને તમારી યુટ્યુબ સ્ક્રીન અનીમેટેડ ફ્લો દેખાશે.

કલરફૂલ યુટ્યુબ

તમે યુટ્યુબને કલરફૂલ જોવા માંગતા હોવ તો તમે તમારા પીસી માં યુટ્યુબને કલરફૂલ બનાવી શકો છો. આના માટે યુટ્યુબના સર્ચ બોક્સમાં આ ટાઈપ કરો ”doge meme” અને એન્ટર આપો. તમને યુટ્યુબ રંગીન દેખાશે.

* યુટ્યુબના URL માં www. પછી ss જોડીને એન્ટર પ્રેસ કરો. આનાથી તમે કોઇપણ વિડીયોનો ખુબજ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

જો વિડીયોમાં રીજનલ રીસ્ટ્રીકશન હોય તો….

ઘણી વાર એવા વિડીયો સામે આવે છે જે, બીજા અન્ય દેશ માંથી હોસ્ટ કરેલ હોય. આ વિડીયો તમારા એરિયા માટે રીસ્ટ્રીક હોય છે આવા વિડીયો જોવા ખુબ કોમ્પલીકેટેડ હોય છે. આ વિડીયો જોવા માટે તમારે URL બદલવો પડશે.

જેમકે… watch?v=IEIWdEDFlQY આ URL છે તો

આવો બની જશે :-

/v/IEIWdEDFlQY

આમ કર્યા બાદ વિડીયો તમારા એરિયામાં ખુલી જશે.

Comments

comments


22,803 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 4