દુનિયામાં અમુક જગ્યાઓ એવી છે જેને આપણે જોઈએ તો એવું લાગે કે આ વાસ્તવિક છે કે કોઈ ભ્રમ. અમુક અકલ્પનીય તસવીરોએ જયારે આપણે જોઈએ છીએ ત્યારે મોટાભાગે આપણને એવું લાગે કે આ રીયલ નહિ પણ ફેક છે. આવી અકલ્પનીય જગ્યા વિષે જાણતા આપણે એવું લાગે કે આપણે કોઈ સ્વપ્ન જોઈ રહ્યા છીએ. અમુક જગ્યાઓ નેચરલ બ્યુટી માટે અમેઝિંગ હોય છે. અહીનો નઝારો તમારા માટે નવો અને અનોખો હશે.
આજે અમે તમને દુનિયાની એવી જગ્યા વિષે રૂબરૂ કરાવવાના છીએ જેને જોઇને તમને તમારી આંખો પણ વિશ્વાસ નહિ આવે.
ટનલ ઓફ લવ
આજે અમે તમને એવી જગ્યા બતાવવાના છીએ જેણે જોઇને કપલ અવશ્ય ત્યાં જવા માંગશે. આ જગ્યાને ‘ટનલ ઓફ લવ’ કહેવામાં આવે છે, જે યુક્રેન માં સ્થિત છે. યુક્રેનમાં આવેલ આ એક રેલલાઈન છે જે હરિયાળીથી છવાયેલ ગલીમાં છે. આ ખુબજ સુંદર અને અકલ્પનીય દ્રશ્ય પ્રકટ કરે છે. આ જગ્યા યુક્રેનની ખૂબ પ્રખ્યાત ટુરિસ્ટ પોઈન્ટ છે. આ જગ્યા લગભગ ૩ કિલોમીટર સુધી લાંબી છે. આ એક પ્રાઇવેટ રેલ્વે ટ્રેક છે જે વૃક્ષોથી સંપૂર્ણ રીતે આ પ્રકારે (તસ્વીરોમાં) ઠકાયેલ છે.
અહી એક એવી ખાસ માન્યતા છે કે અહી તમે તમારા સાથીનો હાથ પકડીને ચાલો તો તમારી બધી જ મનોકામનાઓ પૂરી થાય. આ રેલ્વે ટ્રેક ફાયર બોર્ડ ફેક્ટરીનો છે. એક ટ્રેન દિવસમાં ત્રણ વખત ફેક્ટરીને વુડ સપ્લાય કરે છે. બાકીના બચેલા સમયમાં આ ટ્રેક કપલ્સ અને નેચરલ લવિંગ માટે કામમાં આવે છે. આ ટનલની ખાસ વાત એ છે કે તે વર્ષમાં ત્રણ વખત પોતાનો અલગ અલગ રંગ બદલે છે.
જયારે વસંતઋતુ આવે ત્યારે આ રેલ્વે ટ્રેક હરિયાળી થી છવાયેલ રહે છે જેમકે વસંતઋતુમાં લીલો, ઉનાળામાં કથ્થઈ અને શિયાળામાં આ ટનલ સમગ્ર રીતે બરફથી ઢંકાઈ જાય છે.
આ સ્પેસ કપલ્સમાં પ્રખ્યાત હોવાને કારણે આને ‘ટનલ ઓફ લવ’ કહેવાય છે. અહી કપલ્સ રોમેન્ટિક ફોટાઓ પડાવે છે.