આજકાલ લોકોને જલ્દી ભૂલી જવાની ફરિયાદ રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે વધારે પડતું ટેન્શન અને આજકાલ ની બીઝી જીવનશૈલી. જે લોકો નવી વસ્તુને યાદ કર્યા પછી આઠ કલાકની પૂરતી ઊંઘ લે છે, તે લોકો એ વસ્તુને તેના નામ સહીત વધારે સમય સુધી યાદ રાખી શકે છે. આનાથી તેની યાદશક્તિ વધી જાય છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નાના-નાના જોકા (સુવું) ખાવાથી યાદશક્તિ ને વધારવામાં મદદ મળે છે.
બ્રીન્ઘમ એન્ડ વુમેન્સ હોસ્પિટલ (બીડબ્લુએચ) ના ન્યૂરો-સાયન્ટિસ્ટ જેન એફ ડફી ના અનુસાર ‘કન્ટેસ્ટેન્ટ ની પૂરી ઊંધ લીધા બાદ અમને જાણવા મળ્યું છે કે તેના ચહેરાને નામથી ઓળખવાની ક્ષમતામાં વૃદ્ધિ થઈ છે. તેમની સાથે જ તેમના જવાબોમાં પણ આત્મવિશ્વાસ જોવા મળ્યો છે’.
આ અભ્યાસ દરમિયાન કન્ટેસ્ટેન્ટ ને બીડબ્લુએચ ની કસોટી, હોસ્પિટલના નિયંત્રિત પર્યાવરણમાં કરવામાં આવી હતી. કન્ટેસ્ટેન્ટ ને વયસ્કોના ચહેરા વાળા 600 કલર્ડ ફોટોગ્રાફ્સ બતાવવામાં આવ્યા, જેમાંથી 20 ચહેરાને તેના નામ સાથે યાદ કરવાનું કહેવામાં આવ્યું. 2 કલાક પછી તે ફોટાઓને સાચા અને ખોટા નામની સાથે બીજીવાર બતાવવામાં આવ્યા. ત્યારબાદ કન્ટેસ્ટેન્ટ ને આઠ કલાક સુધી સુવડાવ્યા. વૈજ્ઞાનિકો ને જાણવા મળ્યું કે કન્ટેસ્ટેન્ટ એ ચહેરા અને નામની ઓળખ 12 ટકા યોગ્ય રીતે કરી. આ અભ્યાસથી જાણવા મળે છે કે નવી વસ્તુને યાદ કર્યા પછી યોગ્ય ઊંધ લેવાથી યાદશક્તિ માં ઘણો સુધારો આવે છે.
ડફી ના અનુસાર ‘નવી વસ્તુને યાદ કરવા માટે યોગ્ય ઊંધ ખુબજ આવશ્યક છે. આજકાલની ઝડપી અને બીઝી લાઈફસ્ટાઇલ ને કારણે મોટાભાગના લોકો સારી રીતે સુઈ નથી સકતા. જેના કારણે તેમને યાદશક્તિ સંબંધી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે’.