સામગ્રી
* ૨ ટીસ્પૂન બટર,
* ૧/૪ કપ બારીક સમારેલ ડુંગળી,
* ૧/૨ કપ બારીક સમારેલ કલરફૂલ કેપ્સીકમ્સ,
* ૧૧/૨ કપ બાફેલા રાઈસ,
* ૧૧/૨ કપ બાફેલા વટાણા,
* ૧/૨ કપ બારીક સમારેલ ગાજર,
* ૧૧/૪ કપ દૂધ,
* ૩ ટીસ્પૂન ફ્રેશ ક્રીમ,
* સ્વાદાનુસાર મીઠું,
* સ્વાદાનુસાર મરીનો ભુક્કો,
* ૧/૪ કપ છીણેલ ચીઝ.
રીત
એક તવામાં બટર, બારીક સમારેલ ડુંગળી, બારીક સમારેલ કલરફૂલ કેપ્સીકમ્સ, બાફેલા રાઈસ, બાફેલા વટાણા, બારીક સમારેલ ગાજર, દૂધ, ફ્રેશ ક્રીમ, સ્વાદાનુસાર મીઠું, સ્વાદાનુસાર મરીનો ભુક્કો અને છીણેલ ચીઝ નાખીને આ બધાને મેશરની મદદથી મિક્સ કરી લેવું.
આ મિશ્રણને ક્રીમી બનાવવું. તેથી જો જરૂર પડે તો તમે ફરીવાર મિલ્ક નાખી શકો છો.આ મિશ્રણ ક્રીમી બને એટલા માટે મેશરની મદદથી બધી સામગ્રી ને તવામાં છીણી નાખવી. આ મિશ્રણને ધીમા ગેસ પર ૩ થી ૪ મિનીટ રાખી બાદમાં ગેસ બંધ કરી દેવો.
તમે આમાં મિક્સ વેજીટેબલ પણ નાખી શકો છો. જેમકે કોર્ન, પાલક વગેરે…. ત્યારબાદ આ મિશ્રણને બાઉલમાં કાઢીને તેમાં અડધો કપ છીણેલ ચીઝ નાખી ઓવનમાં બેક કરવા માટે ૨૦૦ ડીગ્રી સેલ્સિયસે ૧૦ થી ૧૫ મિનીટ માટે કુક થવા મુકવું. બાદમાં આને સર્વ કરો.