યમ્મી પાવભાજી બર્ગર

સામગ્રી

fd6601c9-99ab-4284-8e48-a930645240be_zpsf416d1b1

* 1 ટીસ્પૂન બટર,

* 1/2 કપ સમારેલ ડુંગળી,

* 1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ,

* 1 સમારેલ કેપ્સિકમ,

* 1/2 કપ સમારેલ ટામેટા,

* 1/2 ટીસ્પૂન લાલ મરચું,

* 1/2 ટીસ્પૂન પાવભાજી મસાલો,

* 1 કપ બાફેલા અને બટાટાના ટુકડા,

* 3/4 કપ બાફેલી ફણસી, ગાજર અને લીલા વટાણા,

* 2 ટીસ્પૂન સમારેલ કોથમીર,

* 1/2 ટીસ્પૂન લીંબુનો રસ,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

સૌથી પહેલા સ્ટફિંગ બનાવવા માટે નોનસ્ટિક પેનમાં બટર ગરમ કરવું. ગરમ થયા બાદ સમારેલ ડુંગળી અને લસણની પેસ્ટ નાખી ચારેક મિનિટ સુધી સાંતડવું. પછી આમાં સમારેલ કેપ્સિકમ, સમારેલ ટામેટા,લાલ મરચું,પાવભાજી મસાલો નાખી એકાદ મિનિટ સુધી કુક થવા દેવું.

હવે આમાં બાફેલા બટાટાના ટુકડા, બાફેલી ફણસી, ગાજર અને લીલા વટાણા, સમારેલ કોથમીર, લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું નાખી પોટેટો મેશરની મદદથી આને મેશ કરવું અને એકથી બે મિનિટ સુધી કુક થવા દેવું. આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો તૈયાર છે સ્ટફિંગ.

ત્યારબાદ બર્ગર બનાવવા માટે એક મીની બર્ગર બર્ન લેવું, જેને વચ્ચેથી કાપી નાખવું. હવે આના બંને ભાગ પર બટર લગાવવું. પછી તવામાં સેકી લેવું. હવે બર્ગરના નીચેના ભાગમાં તૈયાર કરેલ સ્ટફિંગ નાખવું  અને એક ઓનિયન સ્લાઈસ મૂકવી. ત્યારબાદ બંધ કરવા બ્રેડની ઉપરનો ભાગ મુકવો. તો તૈયાર છે પાવભાજી બર્ગર.

Comments

comments


6,998 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 1 =