સામગ્રી
* ૩ ટીસ્પૂન બટર,
* ૧ ટીસ્પૂન આખુંજીરું,
* ૨ પતલી સ્લાઈસ કરેલ લીલા મરચાં,
* ૧ તજ,
* ૨ લવિંગ,
* ૩ એલચી,
* ૧/૨ કપ સમારેલ ઓનિયન,
* ૧/૨ ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ,
* ૧ ટીસ્પૂન લાલ મરચું,
* ૧/૨ ટીસ્પૂન હળદર,
* ૧૧/૨ કપ ટોમેટો પ્યોરી,
* ૩/૪ કપ આખી અડદની દાળ,
* ૨ ટીસ્પૂન રાજમાં
* ૧/૪ કપ પાણી,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૨ કપ ક્રીમ.
રીત
એક તવામાં બટર, આખુંજીરું, પતલી સ્લાઈસ કરેલ લીલા મરચાં, તજ, લવિંગ, એલચી અને સમારેલ ઓનિયન નાખી એકાદ મીનીટ સુધી સોતે કરવું. પછી તેમાં આદું-મરચાંની પેસ્ટ, લાલ મરચું, હળદર અને ટોમેટો પ્યોરી નાખવી.
ત્યારબાદ આખી અડદની દાળ અને રાજમાંને આખી રાત પલાળી તેમાં મીઠું નાખી સાત વ્હીસલ વગાડવી. પછી તવામાં અડદની દાળ અને રાજમાં નાખી ઉકાળવું. જો દાળ થોડી ધટ્ટ હોય તો તેમાં પાણી અને સ્વાદાનુસાર મીઠું નાખી દાળને ૧૦ મીનીટ સુધી ધીમા તાપે ઉકાળવી. પછી આમાં ક્રીમ નાખી મિક્સ કરવું.
આને ગાર્નિશ કરવા તમે ઉપરથી ક્રીમ અને કોથમીર નાખી શકો છો. હવે આને ગરમાગરમ પરોઢા સાથે સર્વ કરો.