સામાન્ય રીતે ફરવાનું બધાને જ ગમતું હોય છે. પરંતુ જયારે વરસાદ એટલે કે મોનસૂન હોય ત્યારે ફરવાની મજા ચાર ગણી થઇ જાય છે. કારણકે આ સીઝનમાં પ્રકૃતિ અને મોસમ બંને ખીલી ઉઠે છે. જેમાં આપણને ભારતમાં સ્થિત પહાડો, નદીઓ, તળાવો વગેરેમાં ફરવાનું મન થાય છે.
મોન્સુન દરમિયાન ચારેબાજુ હરિયાળી હોય છે. ચોમાસાને ફરવા માટે બેસ્ટ સીઝન માનવામાં આવે છે. આજે અમે તમને ગોવાના દૂધસાગર ઝરણા વિષે જણાવવાના છીએ.
અહી પહોચીને લોકો થાક અને સ્ટ્રેસ બંને વસ્તુ ભૂલીને ફક્ત એશ જ કરે છે. આ ખુબજ આકર્ષક છે. ગોવા-કર્ણાટકની સીમા પાસે દૂધસાગર પાણીના ધોધને જોવો પોતાનામાં જ એક નવીન અનુભવ છે. દૂધસાગર વોટરફોલની ઉંચાઈ 310 મીટર અને પહોળાઈ લગભગ 30 મીટર છે. આને જોતા એવું લાગે છે માનો કોઈ ઊંચા પહાડ માંથી દૂધ વહી રહ્યું છે.
મોન્સુન દરમિયાન આ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. વરસાદ અને ઠંડા મોસમમાં અહી એકદમ મસ્ત થઈને ફરવાની મજા કઈક અલગ જ છે. દુનિયાના સૌથી સુંદર, અદ્ભુત અને શાનદાર ધોધમાંથી એક છે દૂધસાગર ધોધ.
દૂધસાગર ઝરણાને ‘દૂધનો સાગર’ કહેવામાં આવે છે. આ ગોવામાં માંડવી નદી દ્વારા બનાવવામાં આવેલ એક ત્રિસ્તરીય ધોધ છે. આ ભારતમાં સૌથી ઊંચા ઝરણામાંથી એક છે. આ વોટરફોલ જંગલો, ઊંચા શિખરો અને હરિત પશ્ચિમ ઘાટથી ધેરાયેલ છે.
આ ખુબજ મનોહરી દ્રશ્ય પ્રગટ કરે છે. આની સામે એક રેલ્વે ટ્રેન પસાર થાય છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત સુપરહિટ ફિલ્મ ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ ના કેટલાક શોટ્સ આ જગ્યા પર શૂટ કરવામાં આવ્યા હતા.