સખત ગરમી પછી જ્યારે વરસાદના છાંટા ધરતી પણ પડે છે ત્યારે મન તરોતાજા થઈ ઊઠે છે, પરંતુ મોનસૂન ખાલી હાથ નથી આવતી તે પોતાની સાથે હજારો બીમારીઓ લઈને આવે છે, જે બહારના ફૂડને આરોગવાથી થાય છે. ઘણા લોકોને મોનસૂનમાં સ્નેક્સ ખાવાનો ચસકો વધારે લાગે છે. પરંતુ જો તમે ચાટ-સમોસા અને અન્ય ફાસ્ટફૂડ ખાવાના શોખીન હોવ તો મોનસૂનની સીઝન દરમિયાન તેને આરોગવાથી બચો. કારણ કે તેમાં ઉપયોગમાં લેવાતા બટાકા તથા પાણી ખૂબ જ દૂષિત હોય છે, જેને ખાવાથી પેટની બીમારીઓ થાય છે.
મોનસૂનમાં આપણું પેટ ખૂબ જ સંવેદનશીલ થઈ જાય છે અને યોગ્ય રીતે ભોજનને પચાવી શકતું નથી, જેના કારણે બહારનું ફાસ્ટફૂડ ખાવાથી આપણી તબિયત ખરાબ થઈ જાય છે. જો તમે મોમોઝ પણ પસંદ કરતા હોવ તો તેમાં ઉકાળેલો મેદો પાચનતંત્ર માટે નુકસાનકારક હોય છે. મોનસૂનને હંસી-ખુશી અને સ્વસ્થ રીતે વિતાવવા માટે આજે અમે તમને બતાવી રહ્યા છીએ અમુક એવી વસ્તુઓ જેને મોનસૂન દરમિયાન આરોગવાથી બચવું જ આપણાં સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.
ભજીયા
વરસાદમાં ગરમા-ગરમ ચાની સાથે ભજીયા ખાવા કોને ના ગમતા હોય? પરંતુ આ ડીપ ફ્રાઇડ ભજીયા પચવામાં ખૂબ જ મુશ્કેલ પડે છે. મોનસૂનમાં ભજીયા ખાવાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે એટલે મોસનૂનમાં બહારના ભજીયા ભૂલથી પણ ન ખાવા જોઈએ.
ચાટ ચસ્કા
ચાટ એવી બીજી વસ્તુ છે જેને લોકો ખૂબ મજા લઈને ખાવાનું પસંદ કરતા હોય છે. ઘણા શહેરોમાં તો ચાટ રસ્તા પર મળતી પણ જોવા મળે છે. જેમાં ઉપયોગમાં લેવાતું ગંદુ પાણી, ચટણી અને બટાકા તમારા સ્વાસ્થ્ય ઉપર આડઅસર કરી શકે છે.
કચોરી અને સમોસા
મોનસૂનમાં આને કોઇ કેવી રીતે ભુલી શકે છે, પરંતુ તેની અંદર ભરવામાં આવતી સામગ્રીને આરોગીને તમે એસિડિટી, મેદસ્વિતા, પેટનું સંક્રમણ અને ડાયફાઇડ જેવી બીમારીથી ગ્રસ્ત થઇ શકો છો. સમોસાની અંદર ભરવામાં આવતા બટાકા ઘણા સમય પહેલા બાફવામાં આવે છે એટલે તેને આરોગતા પહેલા એક વખત સાવચેત થઈ જજો ક્યાંય તે તમારા સ્વાસ્થ્યને ખરાબ ન કરી દે.
ચાઇનીઝ ફૂડ
રોડમાં વેંચાતા સ્પાઇસી નૂડલ્સ ગંદા પાણીમાં ઉકાળવામાં આવે છે. સાથે જ તેમાં ભેળવવામાં આવતા અઝીનોમોટો, સૉસ અને ખરાબ તેલ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
કાચું સલાડ
મોનસૂન દરમિયાન બજારમાં મળતા લીલા પાનવાળા શાકભાજીથી થોડું અંતર બનાવીને જ રાખવું. તેમાં ઘણા બધા કીટાણુઓ ઉત્પન્ન થતા હોય છે જેને આપણે આપણી નરી આંખોથી નથી જોઈ શકતા. આ શાકભાજી ખાવાથી પેટમાં સંક્રમણ થઈ શકે છે.
ફળોનો રસ
સામાન્ય રીતે તો ફળોનો જ્યુસ કે રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ કહેવામાં આવે છે, પરંતુ મોનસૂનની સીઝનમાં ફળ ખૂબ જ ઝલદી ખરાબ થઈ જાય છે. જેને દુકાનદાર રૂપિયા કમાવાના ચક્કરમાં આપણને પીવડાવી દે છે. જે આપની ઇમ્યૂનિટીને ઓછી કરી નાખે છે. તેમજ ફળોના રસ અને જ્યુસના લેવાની સાથે સાથે પહેલાથી જ સમારેલા ફળ પણ ના ખાવા જોઈએ.
પાણીપુરી
આજથી નહીં પહેલાથી જ પાણીપુરીનો ક્રેઝ યુવતીઓમાં તથા બાળકોમાં વધુ જોવા મળે છે. યુવતીઓ ક્યાંય પણ પાણીપુરીની લારી જોવે નહીં તે તરત તેના ઉપર લપકી પડતી હોય છે પરંતુ કદાચ તેમને એ નહીં ખબર હોય કે મોનસૂનની સીઝનમાં પાણીપુરૂ ખાવી તેમના સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે. કદાચ પાણીપુરી પસંદ કરતી યુવતીઓને આ વાત સાંભળીને ખરાબ લાગી શકે કે પાણીપુરીનું પાણી બનાવવા માટે ઉપયોગમાં લેવાતું પાણી ઘણા બધા બેક્ટેરિયાનું ઘર હોય છે. જેને ખાવાથી તમને ઉલ્ટી, ડાયેરિયા, પેટમાં દુ:ખાવો, ભૂખ ન લાગવી, ટાઈફોઈડ, ફૂડ પોઈઝનિંગ જેવી બીમારીઓ થઈ શકે છે. તેથી ભૂલથી પણ મોનસૂનની સીઝનમાં પાણીપુરી ન ખાવી જોઈએ.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર