દક્ષીણ ગુજરાતમાં જયારે મોનસૂનની સીઝનમાં ફરવાની વાત આવે એટલે બધાને સાપુતારા જ યાદ આવે ખરુંને? પણ જાણોછો સાપુતારા સિવાય પણ બીજી જગ્યા ઓ હોય છે, જ્યાં તમે મન ભરીને પ્રકૃતિ વચ્ચે રહી શકો છો.
આજની બીઝી લાઈફ સ્ટાઈલમાં એવા ડેસ્ટીનેશન માં જવું જોઈએ જ્યાં જવાથી આપણી હેલ્થ સારી રહે અને આપણને અંદરથી ખુશી ફિલ થાય. આજે અમે તમને ‘ગીરા ઘોધ’ વિષે જણાવવાના છીએ, જે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઈ ગામની નજીક આવેલ છે. ગીરા ધોધ એ ગુજરાતનો સૌથી મોટો ધોધ છે, જે 35 મીટરની ઊંચાઈએ થી પડે છે.
સુ૨તથી આવતાં વધઈના માર્ગેથી આનું અંત૨ ૧૭૦ કિ.મી. જેટલું થાય છે. ઇમારતી લાકડા, વાંસ, સાગના લાકડા માટે વધઈ પુરા ગુજરાતમાં જાણીતું છે. વઘઇ ગામ એ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ ડાંગ જિલ્લામાં આવેલું છે. ઉપરાંત વઘઇ ને ડાંગ જિલ્લાનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે.
સાપુતારાની સુંદરતાના ખજાના નો શ્રેય ‘ગીરા ધોધ’ ને માનવામાં આવે છે. ગીર ઘોધ બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ઘણા દુર સુધી પણ ધોધની ગર્જના સંભળાય છે અને આ સુમસાન જગ્યામાં પક્ષીઓનો કલરવ પણ ખુબ સારી રીતે સંભળાય છે.
ધોધ પડ્યા પછી નદી વળાંક લે છે એટલે નદી કિનારે ધોધની બરાબર સામે ખડકાળ પથ્થરો પર ઉભા રહી ધોધનાં દર્શન કરી શકાય છે. ઘોધ જયારે ઉપરથી નીચે પડે છે ત્યારે વાતાવરણ ખુબજ આહલાદક લાગે છે. ચોમાસામાં અહી જવાથી તમે વરસાદમાં ઉગેલા કુણા-કુણા ઘાસની હરિયાળીને જોઈ શકો છો.
આ સ્થળે જવાનો બેસ્ટ સમય મોન્સુન છે. અહી તમને કેટરિંગની સુવિધા પણ મળશે. ડાંગના જંગલ માંથી નીકળતી અંબિકા નદી અહીં ગીરા ધોધ સ્વરૂપે પડે છે. અહી વાંસનું જંગલ પણ છે. લીલાછમ વનરાજીનાં દ્રશ્યો મનને હરી લે છે.