જાણો નેતાઓ કયા ફોન વાપરે છે

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ અમેરિકન સેનેટર હિલેરી ક્લિંટન

Modi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leaders

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાથી ટેકનોલોજી અને સ્માર્ટફોન ફ્રેન્ડલી નેતા તરીકે સોશિયલ મીડિયામાં ચર્ચાતા રહ્યાં છે. તેઓ સોશિયલ મીડિયાના પાવરને જાણતા હોવાને કારણે તેના પર સતત સક્રિય રહેતા હોય છે અને તેની સાથે અન્ય ઘણી નવી ટેકનોલોજી અંગે જાણકારી મેળવતા રહે છે અને તેનો ઉપયોગ પણ કરે છે. આજે અમે તમારી સમક્ષ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના જેવા વિશ્વના અન્ય વગદાર નેતાઓ કયા સ્માર્ટફોન વાપરે છે તેની જાણકારી તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છે.

નરેન્દ્ર મોદી, ભારતીય વડાપ્રધાન

ગેજેટ્સ – એપ્પલ, સેમસંગ

નરેન્દ્ર મોદી એપ્પલ પ્રોડક્ટસનો વપરાશ કરે છે, અમદાવાદથી દિલ્હી આવતી વેળાએ તેમના સામાનમાં આઇપેડ અને લેપટોપ પણ હતું. તેઓ લેપટોપ પર રોજ સમાચાર વાંચે છે. તેમણે ગત વર્ષે ચૂંટણીમાં મતદાન બાદ લીધેલી સેલ્ફી અંગે quora.com કહે છે કે તે આઇફોનથી લેવામાં આવી હતી. આ વર્ષે નરેન્દ્ર મોદી એક ઇવેન્ટમાં સેમસંગ ગેલેક્સી એસ5 (ગોલ્ડ) સાથે જોવા મળ્યા હતા.

(નોંઘ – વિશ્વના વિવિઘ વગદાર નેતાઓના સ્માર્ટફોનની જાણકારી વિવિધ મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સમાચારોને આધારિત તૈયાર કરાઇ છે.)

હિલેરી ક્લિંટન, પૂર્વ અમેરિકન સેનેટર

Modi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leaders

ગેજેટ્સ – બ્લેકબેરી

હિલેરી ક્લિંટન ઘણીવાર બ્લેકબેરી સ્માર્ટફોન સાથે જોવા મળે છે. હિલેરીના ફોન સાથે એટલી બધી તસવીરો છે કે ટમ્બલર પર textsfromhillaryclinton.tumblr.com નામનો એક અલગ પેજ જ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ગેજેટ્સ મામલે હિલેરી ઘણી સ્પેસિફિક છે.

બરાક ઓબમા, પ્રેસિડેંટ, અમેરિકા

Modi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leadersModi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leaders

ગેજેટ્સ – બ્લેકબેરી

ધ ગાર્જીયન પ્રમાણે અમેરિકન પ્રેસિડેંટ ઓબામા બ્લેકબેરી સ્માર્ટફોન સૌથી વધારે પસંદ કરે છે. સુરત્રા એજન્સીઓ ઓબામાના ફોન પર ચાંપતી નજર રાખે છે, જેથી અન્ય કોઇ દેશના જાસૂસ અથવા હેકર્સ તેમના ફોનથી કોઇ જાણકારી ચોરી ન કરી શકે. Slashgear નામની વેબસાઇટે સૂત્રો અનુસાર એવી માહિતી પ્રકાશિત કરી હતી કે, ઓબામા પાસે રહેલા બ્લેકબેરીની કિંમત 3300 ડોલર (20 લાખ 35 હજાર 596) છે.

વાલ્દિમીર પુતિન, પ્રેસિડેંટ, રશિયા

Modi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leadersModi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leaders

ગેજેટ્સ – એન્ડ્રોઇડ ફોન

રશિયન પ્રેસિડેંટ પ્રમાણે તેઓ પોતે કોઇ જ ફોન વાપરતા નથી. આ અગાઉ કેજીબી (ગુપ્તચર સંસ્થા)ના પ્રમુખ પ્રમાણે ફોનના ઉપયોગ પર સુરક્ષાને જોખમ છે, પરંતુ બ્રિટનનાં ધ ટેલીગ્રાફ પ્રમાણે પુતિન 2012 થી MTS નો Glonass 945 એન્ડ્રોઇડ ફોન વાપરી રહ્યાં છે.

નવાઝ શરીફ ,વડાપ્રધાન, પાકિસ્તાન

Modi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leadersModi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leaders

ગેજેટ્સ – બ્લેકબેરી

ધ ગાર્ઝિયનની રિપોર્ટ અનુસાર નવાઝ શરીફ બ્લેકબેરી સ્માર્ટફોન વાપરે છે. તેઓ પોતાના નજીકના લોકો સાથે બ્લેકબેરી મેસેન્જર થકી જોડાયેલા રહે છે. તેઓને એપ્પલ અને સેમસંગના ગેજેટ્સ સાથે પણ જોવામાં આવ્યા છે.

કિમ જોન્ગ ઉન, સુપ્રીમ લીડર, ઉ.કોરિયા

Modi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leadersModi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leaders

ગેજેટ્સ– HTC

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોન્ગ ઉનની તેમના ફોન સાથેની એક તસવીર અમુક સમય અગાઉ લેવામાં આવી હતી. જે ઇન્ટરનેટ પર ઘણી લોકપ્રિય થઇ હતી. લોકોની ધારણા પ્રમાણે આ HTC બટરફ્લાઇ હેંડસેટ હતો. ઉત્તર કોરિયા એરિરાંગ નામની એન્ડ્રોઇડ સિરીઝના સ્માર્ટફોન બનાવે છે. ઉત્તર કોરિયામાં માત્ર 10 ટકા લોકોને જ મોબાઇલ ફોન વાપરવાની મંજૂરી છે. જેમાં અમીર વર્ગના લોકો, બિઝનેસ મેન, અધિકારીઓ અને કિમ જોન્ગના પરિવારનો સમાવેશ થાય છે.

એન્જેલા મોર્કેલ,ચાન્સેલર, જર્મની

Modi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leadersModi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leaders

ગેજેટ્સ – નોકિયા, બ્લેકબેરી

જર્મનીની હેડ ઓફ સ્ટેટ પાસે બે ફોન છે. એક નોકિયા 6260 અને બીજો બ્લેકબેરી Z10. પક્ષના કાર્યો માટે તેઓ નોકિયા અને અન્ય કામો માટે બ્લેકબેરીનો ઉપયોગ કરે છે. જ્યારે અમેરિકન એજન્સી દ્વારા તેમના ફોનની જાસૂસી કરવામાં આવી ત્યારે તેમનો ફોન લાઇમલાઇટમાં આવ્યો હતો. એક અહેવાલ પ્રમાણે આ બાબતે મોર્કેલે આ બાબતે ઓબામા પાસેથી સ્પષ્ટીકરણ પણ માંગ્યું હતું.

ડેવિડ કેમરુન, વડાપ્રધાન, બ્રિટન

Modi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leadersModi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leaders

ગેજેટ્સ – બ્લેકબેરી

બ્રિટિશ વડાપ્રધાન બ્લેકબેરીના ફેન છે અને સુરક્ષા પ્રમાણે જોખમી હોવાછતાં તેઓ બ્લેકબેરીનો ઉપયોગ છોડવા માગતા નથી. ટેલીગ્રાફ પ્રમાણે કેમરુને એંક્રિપ્ટેડ ફોનના ઉપયોગ કરતા હોવાની વાત સ્વિકારી હતી. ડેલીમેલ પ્રમાણે તેમના ફોન સાથેની એક સેલ્ફીથી તેમની ઘણી મજાક ઉડાવવામાં આવી હતી અને ત્યારપછી તેમણે પોતાનો ફોન બદલી નાંખ્યો હતો.

બ્રિટિશ રોયલ ફેમિલી

Modi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leadersModi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leaders

ગેજેટ્સ – આઇફોન

બ્રિટનનો રાજવી પરિવાર આઇફોન વાપરવાનું પસંદ કરે છે. Thenextweb વેબસાઇટ પ્રમાણે પ્રિન્સ વિલિયમને ગત વર્ષે સમર ઓલિમ્પિક દરમિયાન આઇફોન વાપરતા જોવામાં આવ્યા હતા. ક્વિન એલિઝાબેથ 2 એ પોતાના સ્ટાફને આઇપેડ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો.

ફ્રાંસુઆ ઓલાંદ, પ્રેસિડેંટ, ફ્રાંસ

Modi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leadersModi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leaders

ગેજેટ્સ – આઇફોન

ફ્રાંસુઆ ઓલાંદ પાસે મોટાભાગે આઇફોન 5 જોવા મળ્યો છે. જોકે તેઓ આ ફોન માત્ર અંગત કાર્યો માટે ઉપયોગમાં લે છે. તેઓ પોતાના અંગત જીવનને કારણે વધારે ચર્ચામાં રહે છે.

મતેયો રેનજી, વડાપ્રધાન, ઇટાલી

Modi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leadersModi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leaders

ગેજેટ્સ – એપ્પલ

ઇટાલીના વડાપ્રધાનની પસંદગી પણ એપ્પલ ગેજેટ્સ છે. એપ્પલના ફેન રેનેજીએ પોતાના ફેસબુક પેજ થકી સ્ટિવ જોબ્સને શ્રદ્ધાંજલી આપી હતી.

યિંગલક શિનાવાત્રા, પૂર્વ વડાપ્રધાન, થાઇલેન્ડ

Modi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leadersModi Apple, Hillary BlackBerry smartphone uses the World influential leaders

ગેજેટ્સ – આઇફોન

ટેલિગ્રાફ પ્રમાણે યિંગલક પાસે 5 સ્માર્ટફોન છે અને તેમાંથી એક આઇફોન પણ છે. જોકે યિંગલકના ટેકનોસેવી હોવું એ આશ્ચર્યજનક બાબત નથી કારણે કે તેઓ પોતાના દેશની સૌથી મોટી મોબાઇલ ઓપરેટર કંપનીના સીઇઓ પદે રહી ચૂક્યાં છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

5,699 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 2 = 7